જામકંડોરણામાં રહેતા કૌશિકભાઈ બારોટના પરિવાર તરફથી સતત ૫ વર્ષથી સરકારી દવાખાનામાં પ્રસુતિ માટે આવતી બહેનો માટે ચોખા ઘીનો શીરો અને બિસ્કિટ અને ફૂડ પેકેટ આપવામાં આવે છે. ૫ વર્ષમાં અંદાજીત ૫૦૦થી વધુ પ્રસૂતિ બહેનોની સેવા કરી છે. કૌશિકભાઈ બારોટ મધ્યમ વર્ગમાંથી આવે છે અને જામકંડોરણામાં ગાઠીયાની દુકાન ચલાવે છે. તેમના સેવાભાવિ સ્વભાવને લીધે સતત ૫ વર્ષેથી આ અનેરી સેવા આપી રહ્યા છે. કોઈપણ જાતની આર્થિક અપેક્ષા વિના પોતાની રીતે જ સેવા કાર્ય કરી રહ્યા છે. કૌશિકભાઈ બારોટ સરકારી હોસ્પિટલથી ફોન આવતા જ તાત્કાલિક પોતાના ઘરે જ ચોખા ઘીનો શીરો બનાવી પહોંચાડે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews