માંગરોળમાં ડમ્પિંગ વિવાદ વકર્યો, કચરો ઉપાડીને ઠાલવવો કયાં ? પાલિકા મુંઝવણમાં

0

માંગરોળના કચરાના ડમ્પિંગના વિવાદ વચ્ચે ચાર દિવસથી નગરપાલિકાએ શહેરમાંથી કચરો ઉપાડવાનું બંધ કર્યુ છે. શહેરમાં ૫૦ થી ૬૦ જેટલા પોઈન્ટ ઉપર ઉકરડાના થર જામ્યા છે. શહેરમા ચોતરફ કચરાના ઢગલા વચ્ચે લોકોમાં સફાઈની માંગ ઉઠી છે. ત્યારે કચરો ઉપાડીને ઠાલવવો ક્યાં ? તે અંગે પાલિકાના અધિકારી, પદાધિકારીઓ પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. જીલ્લા કલેકટર દ્વારા માંગરોળના ઘન કચરાના નિકાલ માટે ફાળવાયેલી બંદર વિસ્તાર, ચોટીલીવીડી, કરમદી ચિંગરીયા સહિત દરેક જગ્યાએ વિરોધનો સૂર ઉઠ્‌યો છે. છેલ્લે મકતુપુર ગામે ખરાબા વાળી ફાળવેલી જમીનનું લેવલીંંગ, સાફસફાઈ અને દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતા ત્યાં પણ કામગીરી સ્થગિત કરવી પડી હતી. કચરાના વિવાદ માટે અમુક જગ્યાએ રાજકીય આગેવાનોના હીત તો અમુક જગ્યાએ સ્થાનિકોની પેશકદમી કારણભૂત હોવાનો ન.પા. પ્રમુખે આક્ષેપ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરનો કચરો ગ્રામ્ય વિસ્તારોમાં અમુક ખેતરોમાં ઠાલવવામાં આવતો હતો. પરંતુ વરસાદની ઋતુ હોય, ખેતરોમાં વાવણી થઈ ગઈ હોવાથી દરરોજનો એકત્ર થતો ૧૫ થી ૨૦ ટન કચરો નાંખવો કયાં ? તે જટીલ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પરિણામે હાલમાં શહેરની સફાઈ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં શહેર તથા આજુબાજુની સરકારી જમીનો ઉપર રાજકીય ઓથ હેઠળ પુષ્કળ પ્રમાણમાં પેશકદમી થઈ છે. લાંબા સમયથી તેને દૂર કરવા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે કચરાની સમસ્યાનો નિવેડો લાવવા મોટી જગ્યાઓ ઉપર થયેલા દબાણોનો સર્વે કરી તેને દૂર કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!