માંગરોળમાં રામધુન મંદિર બહારકોટ ખાતે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી અને ચીની પ્રોડક્ટનું બહિષ્કાર કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઇ લાલવાણી, પંકજભાઇ રાજપરા, બજરંગદળ પ્રમુખ અમિસભાઇ પરમાર, હિતેશભાઈ અગ્રવાત, દિપકભાઇ સોલંકી સહિતનાં હોદેદારો તથા ધુન મંડળોનાં સભ્યો તથા રાષ્ટ્રવાદી ભાઈઓ જોડાયા હતા. અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તે બદલ બજરંગ દળનાં યુવાનો દ્વારા ઉપસ્થિત તમામ ભાઈઓને સેનેટાઈજથી હાથ સાફ કરાવીને સોશ્યલ ડીસ્ટેન્સમાં બેસાડવામાં આવ્યા હતા. ઓમકાર મંત્ર સાથે વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયાની આગેવાનીમા કાર્યક્રમ શરૂ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું. જાયંટસ ગ્રૂપ પ્રમુખ નિલેશભાઈ રાજપરા અને ચેરમેન વેલજીભાઇ મસાણી દ્વારા પ્રસંગોચિત ઉદબોધન સાથે ચીની પ્રોડક્ટ અને ટીકટોક જેવી અનેક ચીની મોબાઈલ એપનો સંપૂર્ણ બહિષ્કાર કરી અને જવાનોને સાચી અંજલિ આપી ગણાય તેવું આહવાન કરેલ હતું. શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, વીએચપી આગેવાન પ્રફુલભાઈ છાંટબાર, જાયન્ટ ગૃપ ડાયરેકટર સુખાનંદી બાપુ, માલધારી સમાજના આગેવાન દાનભાઈ ખાંભલા, નગરસેવક કિશનભાઇ પરમાર, રાજુભાઈ જોષી, મનોજભાઈ વિઠ્લાણી, ભગીરથસિંહ ચુડાસમા, સંજીવની નેચરનાં પ્રમુખ નરેશભાઈ ગોસ્વામી, શ્રીરામ ધૂન મંડળનાં શૈલેષભાઈ યાદવ, ગૌરક્ષક ગોવિંદભાઈ ગરચર, સુરજબાપુ ખાચર, કેતનભાઈ નરશાણા, કૌશિકભાઈ વસાવાડા, નાનુભાઈ જવેલર્સ, ખીમજીભાઈ ટીલવાણી, મામા પાગલ આશ્રમ ગ્રૂપનાં અલ્પેશભાઈ ખીલોશિયા, માંગરોળ બંદરથી તુલસીભાઇ ગોસીયા સહિતનાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બે મિનિટનું મૌન પાડી સમુહમાં શ્રી રામ ધુન બોલાવી વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી હરિશભાઈ રૂપારેલીયા દ્વારા વીર શહીદો અમર રહો, ભારત માતા કી જયનાં નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews