જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં બિમારીથી કંટાળી અને એક આધેડે આપઘાત કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે જૂનાગઢ ફાયર વિભાગના અધિકારી ભૂમિત મિ†ીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે પ વાગ્યા આસપાસ વિલીંગ્ડન ડેમમાં લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર ટીમે ત્યાં જઈ ડેમમાંથી લાશને બહાર કાઢી હતી. મૃતકની ઉંમર આશરે પ૦થી ૬૦ વર્ષ જણાતી હતી. મૃતકે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં જણાવાયું છે કે, ‘મગજ, બાવડા, ગોઠણ, કમરનો દુઃખાવો, બેચેનીને કારણે હું આત્મહત્યા કરૂં છું. અજીજ હાજીભાઈ, ગોધાવાવની પાટી, પ્રજાપતિ સમાજ સામે, હુસેની મંજિલ, જૂનાગઢ.’ આ આપઘાત કેસમાં ભવનાથ પોલીસ સ્ટેશનના પીએઆઈ બી.પી. ડાંગરે તપાસ હાથ ધરી છે. હોસ્પીટલના ચોથા માથેથી પડી જિંદગીનો અંત આણ્યો ઉનાનાં સીક્ષમાસી ગામના વતની ભાવેશ ઝવેરભાઈ સાબર (ઉ.વ. ર૪) અને તેની પત્ની સહિતના પરિવારજનો ધોરાજીમાં કાનજીભાઈ પટેલની વાડીમાં રહી ત્યાં ખેત મજૂરી કરતા હતા. દરમ્યાન ભાવેશની પત્ની સરોજબેનને ડીલેવરી માટે જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ગુરૂવારે રાત્રે તેણે પુત્રને જન્મ આપ્યો હતો. દરમ્યાન પુત્રના જન્મથી પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. પ્રસુતા અને નવજાત બાળક હોસ્પીટલમાં હતા. દરમ્યાન રાત્રે એકાદ વાગ્યે ભાવેશે હોસ્પીટલના ચોથા માળેથી પડતું મુકયું હતું અને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવને લઈને તેના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews