જૂનાગઢનાં મુસ્લીમ આગેવાનો દ્વારા કલેકટરશ્રીને આવેદન અપાયું

તાજેતરમાં એક ટીવી ચેનલનાં એન્કર દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની વિરૂધ્ધમાં અપમાન જનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા જૂનાગઢ સહિત સમગ્ર દેશનાં શ્રધ્ધાળુમાં રોષ વ્યાપી ગયો છે. જે અંગે આ ટીવી ચેનલ અને તેના એન્કર અમીશ દેવગન વિરૂધ્ધ કાર્યવાહી કરવા જૂનાગઢ શહેરનાં મુસ્લીમ આગેવાનો ખાનકાહે રઝવીયાનાં હઝરત ગુલઝારબાપુ નૂરી, હાજી હનીફભાઈ જેઠવા, કોર્પોરેટરો અબ્દુલરહેમાનભાઈ પંજા, અશરફભાઈ થઈમ, રાજુભાઈ સાંધ, મોલાના હાફીજ સાહેબ સહિતનાં આગેવાનોએ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવી વિરોધ્ધ વ્યકત કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!