માળીયા હાટીના તાલુકાનાં તરશીંગડા ગામે યુવાનની થયેલી હત્યાનાં બનાવમાં ૩ આરોપીને ઝડપી લેતી પોલીસ


જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીનાં તાલુકામાં જમીનનાં પૈસા લઈ અને યુવાનને મોતને ઘાટ ઉતારી અને તેની લાશને કુવામાં પધરાવી દઈ અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મૃતકનાં ભાઈ દેવરાજભાઈ કેશવભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી હતી. આ બનાવનાં અનુસંધાને જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડીઓ દ્વારા તપાસ હાથ ધરી અને ખુનનાં ગુનામાં સંડોવાયેલાં તમામ આરોપીઓને ઝડપી લઈ રોકડ તથા ઈકો ગાડી કબ્જે કરી અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માળીયા હાટીના પોલીસ સ્ટેશને ગત તા.૧૩-૬-ર૦ર૦ના સવારનાં કેરાળા ફાટકથી ભાખરવડ જતા રસ્તે મેઘલ નદીનાં કાંઠે આવેલ કુવામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ જે અંગે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. દાખલ થયેલ અને આ મોતનાં કામે તપાસ દરમ્યાન કુવાનું પાણી ઉલેચી કુવામાં તપાસ કરતા મોબાઈલ ફોન મળી આવતા જે મોબાઈલ ફોનનાં આધારે મરણજનાર મહેન્દ્રભાઈ કેશવભાઈ મકવાણા (જાતે પટેલ, રહે. શેરગઢ, તા.કેશોદ)વાળા હોવાની ઓળખાણ થયેલ હતી અને આ કામે ઉંડાણપૂર્વક તપાસ કરતા મરણજનારે
તા.૧ર-૬-ર૦ર૦નાં રોજ માળીયા હાટીના મુકામે તરશીંગડા ગામે આવેલ પોતાની જમીનનું વેંચાણ દસ્તાવેજ કરેલ હતુ અને જમીન વેંચાતી લેનાર માણસની પુછપરછ કરતા તા.૧ર-૬-ર૦ના રોજ આ મહેન્દ્રભાઈ કેશવભાઈ મકવાણા તથા તરશીંગડા ગામના જતીન મનસુખભાઈ કાસુન્દ્રા મોટર સાયકલ લઈને સાથે આવેલ હતા અને જમીન વેંચાણ દસ્તાવેજ કરતા મહેન્દ્રભાઈ મકવાણાને રૂ.ર૭.૪૭ લાખ રોકડા આપેલ હોવાનું અને આ રૂપિયા થેલામાં ભરી આ મહેન્દ્રભાઈ મકવાણા તથા જતીન મસુદ્રા બંને સાંજે તરશીંગડા ગામે ગયેલ હોવાનું જણાવેલ જે દિશામાં તપાસ કરતા આ મહેન્દ્રભાઈ મકવાણાને આ જતીન મનસુખભાઈ કાસુન્દ્રા રૂપિયાના થેલા સાથે તરશીંગડા લઈ ગયેલ હોવાનું જણાય આવેલ અને બીજા દિવસે આ મહેન્દ્રભાઈ મકવાણાની લાશ કુવામાંથી મળી આવેલ પરંતુ જમીન વેંચાણનાં રૂપિયા મળી આવેલ ન હોય જેથી આ મહેન્દ્રભાઈ મકવાણાનું કોઈપણ રીતે ખુન કરી તેની લાશ કુવામાં નાખી દઈ આ રૂપિયા જતીન મનસુખભાઈ કાસુન્દ્રા (રહે.તરશીંગડા) વાળા લઈ ગયેલ હોવાનું મરણજનાર મહેન્દ્રભાઈ મકવાણાનાં ભાઈ દેવરાજભાઈ કેશવભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી હતી. જે ગુન્હાના કામે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ તથા માંગરોળ વિભાગ માંગરોળનાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત દ્વારા આરોપીઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.વી.રાઠોડનાં નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ સાથે આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી શકય એટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન હ્મુમન ઈન્ટેલીજન્સથી ખાનગી રાહે હકીકત મળેલ કે આ કામનાં આરોપીઓ જતીનભાઈ મનસુખભાઈ મસુદ્રા (જાતે. પટેલ, ઉ.વ.૩પ, ધંધો-ખેતી, રહે.તરશીંગડા) તથા રાજુભાઈ જુવાનસીંગ ભીલાળા (જાતે. કોળી પટેલ ઉ.વ.૧૯) તેમજ થાનસીંગ વેસતાભાઈ ભયડીયા (જાતે. કોળી પટેલ, ઉ.વ.૧૯) વાળાઓને બાતમીનાં આધારે પકડી પાડેલ અને ગુન્હામાં ગયેલ રોકડ રૂ. પૈકી ર૬.પ૦ લાખ રીકવર કરેલ અને લાશને કુવામાં નાખવા જવા ઉપયોગમાં લીધેલ ગાડી કબ્જે કરવામાં આવેલ અને ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ હતી અને રિમાન્ડની માંગણી સાથે નામદાર અદાલતમાં રજુ કરવામાં આવતાં રર-૬-ર૦ર૦ કલાક ૧૧.૩૦ સુધીનાં રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. આરોપીને પકડવાની કામગીરીમાં માંગરોળનાં નાયબ પોલીસ અધિકારી જે.ડી.પુરોહિત, માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એચ.વી.રાઠોડ, ચોરવાડનાં પીએસઆઈ કે.બી.લાલકા સહિતનો સ્ટાફ જાડાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!