લીકરશોપમાં સરકારી લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરી વેંચાણ માટે મુકી નાણાની વસુલાત કરવા પ્રજાકીય માંગણી

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પનાં સંજય કોરડીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને રજુઆત કરતાં જણાવેલ છે કે સંવેદશનશીલ ગુજરાત સરકાર દ્વારા નશાબંધી એકટનાં ભંગ બદલ વિદેશી પ્રકારનો દારૂ દરેક જીલ્લામાં પોલીસ પકડી પાડે છે. કેસ પુરો થયાં પછી આ મુદામાલનો નાશ કરવામાં આવે છે. દારૂનાં નાશની કાર્યપ્રણાલી પ્રેરણારૂપ ફેરફાર કરવા માંગણી કરી છે. આ પત્રમાં વધુમાં રજુઆત કરતાં જણાવેલ છે કે સમગ્ર રાજયમાં પોલીસ વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ બહારથી આવતો દારૂ પકડી પાડવામાં આવે છે ત્યારબાદ કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મુદામાલનો નાશ કરવા આ દારૂનો બુલડોઝર વડે પંચ હાજરીમાં તેનો નાશ કરવામાં આવે છે અને વર્ષોથી નાશ કરવાની એ પ્રથા આજે પણ ચાલી રહી છે. અને તેમાં ઘણીવાર પુરતો જથ્થો નાશ કર્યા વગર અમુક જગ્યાએ બ્લેકમાં દારૂ વેંચાણ કરવાનાં અનેક બનાવો બહાર આવ્યા છે. ત્યારે આ પ્રણાલીમાં જડમુળથી બદલાવ કરવામાં આવે તો આ બહારના રાજયમાંથી પ્રવેશતો દારૂ આપણા રાજયમાં પીવાશે નહી અને તેની આવકમાંથી પોલીસ તંત્રનું ટેકનોલોજી ક્ષેત્રે પોલીસ તંત્રને મજબુત કરવું જાઈએ. આ રકમની ગુજરાતભરનાં લીકરશોપને જાહેર હરરાજી કરી પોલીસ સુધારણાનાં કાર્યમાં વાપરવા જાઈએ જેથી પોલીસ વધુ મજબુત બનશે. આ પ્રથામાં જરૂરી બદલાવ કરી દારૂનો ધંધો અટકે તથા પોલીસ વિભાગને પ્રેરણા તથા આત્મબળ મળી રહે તે માટે કેટલાક વિચારો રજુ કરી વધુમાં જણાવેલ કે સૌ પ્રથમ ગુજરાતમાં આવેલા તમામ લીકરશોપમાં આ પકડાયેલો દારૂનો ૧૦૦ ટકા જથ્થો લેબોરેટરીમાં ચકાસીને લીકરશોપને જાહેર હરરાજીથી વેંચાણ માટે પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવે તથા તેમાંથી પ્રાપ્ત થતી રકમમાંથી રપ ટકા રકમને જે કોઈપણ અધિકારીઓ-કર્મચારીઓની પોલીસ ટીમે આ દારૂનો જથ્થો પકડેલ હોય તેને તે રકમમાંથી રીવોટ સ્વરૂપે સન્માનીત કરવામાં આવે તો પોલીસ વિભાગની હાલ થઈ રહેલી કામગીરીમાં સક્રિયતા સાથે વધારો જાવા મળશે અને તેમને પુરતું આત્મબળ મળી રહેશે. પકડાયેલા દારૂને લીકર શોપમાંથી વેંચાણમાંથી ઉપજેલી બીજી પ૦ ટકા રકમ રાજયનાં જે તે વિભાગનાં પોલીસ સ્ટેશને પકડેલ હોય તે પોલીસ સ્ટેશનનાં અમલદારો તથા ફરજનિષ્ઠ કર્મચારીઓને બિરદાવવાનાં ભાગરૂપે તેમના બાળકોનાં ભણતરમાં ખર્ચ કરવામાં આવે તથા તેમના પરીવારને સહાય સ્વરૂપે ઉત્તમ કામગીરી બદલ સત્કારી તેમનાં પરીવારને ભણતર તથા પરીવારની જરૂરીયાતો પુરી કરવા માટે આ રકમનો વપરાશ કરવામાં આવે તો પોલીસ વિભાગનાં પરીવારનાં બાળકોનો ઉચ્ચતર અભ્યાસ શકય બનશે અને પોલીસ વિભાગમાં પણ ચોરી છુપો વેંચાતો દારૂ પકડવાની જીજ્ઞાક્ષા ઉભી થશે. જયારે પોલીસ વિભાગમાં પગાર ધોરણો સામાન્ય હોવાથી ઘણાખરા પોલીસ કર્મચારીઓ પોતાના બાળકોને ઉચ્ચતર ભણતર અપાવી શકતા નથી. અમુક નૈર્સગીક ખુબીઓ ખીલી શકતી નથી જેથી તેમના બાળકોને ઉચ્ચતર અભ્યાસ અને અન્ય વૈવિધ્યસભર પ્રવૃતિઓ માટે આ ખર્ચની રકમનો ઉપયોગ કરવાથી ગુજરાત રાજયનાં પોલીસ પરીવારનાં વિદ્યાર્થીઓમાં પણ સુધારો આવશે. આ ઉપરાંત પકડાયેલા દારૂને લીકર શોપમાં વેંચાણમાં મુકવાથી ઉપજેલ અન્ય રપ ટકા રકમ જા રાજય સરકારના ભંડોળમાં ઉમેરવામાં આવે તો મારી દ્રષ્ટીએ સમગ્ર વર્ષ દરમ્યાન કરોડોની રકમનો પકડાતો નશીલો દારૂ સરકારને પણ આવક ઉભી કરી શકશે. જયારે મારી દ્રષ્ટીએ રાજય સરકારની મંજુરીથી ચાલતી આ લીકરશોપોને ફરજીયાતપણે પોલીસ વિભાગ મારફત પકડાયેલા દારૂને સરકારી લેબોરેટરીમાં ચકાસણી કર્યા પછી જાહેર હરરાજીથી ખરીદવો એવો ગૃહ વિભાગ સરકાર દ્વારા હુકમ કરવાથી આ લીકરશોપમાં તમામ દારૂ વેંચાણ માટે જશે અને વેંચાણ થઈ જશે જેથી નાશ કરવાની પ્રણાલી કે પ્રથા અનુસરવી પડશે નહીં. અને બીજી રીતે બીજા રાજયમાંથી દારૂ પણ આવતો ઓછો થશે અને સરકારની દારૂ પકડવામાં વપરાશ થતી મશીનરી તથા ખર્ચ સામે આવક પણ ઉભી થઈ શકશે. કારણ કે આ દારૂ સીધો લીકરશોપમાં ઓછા ભાવમાં વેંચાણ અર્થે જાહેર હરરાજીથી જશે. આમ સમગ્રપણે આ દારૂ કે જે પોલીસ વિભાગ તથા સરકારનાં શીરદર્દ સમાન છે તેનો રસ્તો પણ નીકળી જાય. આમ પણ ગાંધીજીનાં વિચારોનાં પ્રેરણાદાયી ગુજરાત રાજયમાં ધિમે ધિમે દારૂનું ગેરકાયદેસર વેંચાણ બંધ થશે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી સમગ્ર રાજયમાં પકડાતો દારૂ ખરેખર નાશ કરવાને બદલે જા આવકરૂપ થાય અને સરકાર વેચાણકર્તા નહી પરંતુ દારૂ ઉપર અંકુશ લાવવા તેમાંથી રોકડ ઉપજ ઉભી કરે તેથી દારૂનું વેંચાણ અટકશે અને રાજયમાં જ આવેલ લીકરશોપોને બીજા રાજયમાંથી દારૂ મંગાવવાને બદલે પકડાયેલો દારૂ વેંચાણ અર્થે સોંપી શકાશે. અને તેની રકમમાંથી પોલીસ વિભાગનું મનોબળ તથા આત્મસન્માન પણ વધશે. આ બાબતને ખાસ લક્ષમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!