જૂનાગઢમાં કોરોનાના કેસ પોઝીટીવ આવતાં નાગરવાડા વિસ્તારમાં ૭ અને ઝાંઝરડા રોડ ઉપર એક મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયું છે. આ બંને વિસ્તાર આસપાસ આવેલા પ૮ મકાનને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢના નાગરવાડા વિસ્તારમાં રહેતા એક મહિલાને કોરોના પોઝીટીવ આવતાં જૂનાગઢ જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કરી છાંયાબજાર, નાગરરોડ, ગણેશફળિયા સામેની ગલીમાં ગિરીરાજ ટેનામેન્ટને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે. ઝાંઝરડા રોડ ઉપર આવેલ જીવનધારા-ર માં રહેતા સંજયભાઈ જાષીના બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયો છે. ઝાંઝરડા રોડ ઉપર ૩પ અને છાંયાબજાર, નાગરરોડ, વલ્લભ પેલેસથી માયનેસ્ટ એપાર્ટમેન્ટ સુધીના તથા રામકૃપા મકાનથી દ્વારકેશ મકાન સુધીના ર૩ સહિત કુલ પ૮ મકાનોને બફર ઝોનમાં મુકવામાં આવેલ છે. આ અંગે પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામું તા. ર જૂલાઈ સુધી અમલમાં રહેશે અને સવારે ૭ થી સાંજે ૭ સુધી આવશ્યક સેવા અને તેને સંલગ્ન સેવા ચાલુ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews