જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનાં કારણે આર્થિક મંદીનું મોજું પ્રસરી ગયું છે. વેપાર, ધંધા, રોજગાર ઉપર ગંભીર અસર પહોંચી છે તેમજ લોકોની આવક સામે મોંઘવારીનો માર પણ સતત વધી રહ્યો છે. તેવા સંજાગોમાં આર્થિક ભીંસને કારણે ગુજરાતભરમાં આત્મહત્યાનાં બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ભુજ-કચ્છ જીલ્લાનાં આદિપુર ગામે ભાડેથી દુકાન ચલાવતાં ૩પ વર્ષનાં એક યુવાન વેપારીએ આત્મઘાતી પગલું ભરતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આદિપુર ગામે ભરત દેવશી માલીએ ભાડેથી દુકાન ચાલુ કરી હતી. પરંતુ લોકડાઉનનાં કારણે ધંધો બરાબર ન ચાલતાં અને આર્થિક બોજ વધી ગયો હોય તેનાં કારણે દુકાનમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. બે બાળકોનાં પિતાએ આત્મહત્યા કરતાં આદિપુર વેપારીવર્ગમાં ગમગીની સર્જાઈ છે. આર્થિક મંદિનાં કારણે આત્મહત્યાના બનાવ સતત વધી રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, વાપી, નવસારી, આણંદ, નડીયાદ સહિતનાં શહેરોમાં અમોતનાં બનાવો વધી રહ્યાં છે. લોકડાઉનનાં કારણે દિવસે-દિવસે વેપારીઓની સ્થિતિ બગડી ગઈ હોય અને ધંધા-રોજગાર ઠપ્પ થયાં હતા તેમજ હાલ પણ કોરોનાની મહામારીનાં અજગર ભરડામાં સમગ્ર દેશ છે ત્યારે ગુજરાતનાં અનેક શહેરોમાં લોકો વેપાર, ધંધા વિહોણાં થઈ અને આર્થિક મંદીનો તીવ્ર સામનો કરી રહ્યાં છે. આપઘાતનાં બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી છે. આર્થિક રીતે પાયમાલ થયેલાં લોકોને બેઠાં થવા માટે અને તેને પગભર બનાવવા માટેની સહાયકારી યોજના સરકાર દ્વારા જારી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews