કેશોદના નહેરૂનગર સોસાયટીમાં આવેલી નવી હવેલીની બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં રતિલાલ ઉસદડીયાએ પોતાના ધંધા રોજગારનાં રૂ. ૪,૭૫,૦૦૦ લાકડાના મંદિરનાં ખાનામાં રાખ્યાં હતાં જે સવારે ઓસરીમાં મંદિર વેરવિખેર હાલતમાં મળી આવ્યા બાદ તપાસ કરતાં રોકડા રૂપિયા ચોરાઈ ગયાની જાણ થતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે. શીતલ આઈસ્ક્રીમનાં ડિલર રતિલાલ ઉસદડીયા બાજુમાં આવેલ ધારેશ્વર મંદિર પાસેનાં મકાનમાં પત્ની બાળકો સાથે રહેતાં હોય ત્યારે બનાવ બનેલ ઘરમાં તેઓનાં વૃધ્ધ માતા એકલાં જ હતાં તેથી તસ્કરોએ પુરી માહિતી મેળવીને હાથફેરો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાત્રે ૯ થી સવારે પાંચ વાગ્યાના કર્ફ્યૂ દરમ્યાન વેપારીનાં ઘરમાં તસ્કરોએ ત્રાટકીને હાથફેરો કરી નાસી જવામાં સફળ રહ્યા છે. આ અંગે કેશોદનાં પીઆઇ રાકેશ વસાવાએ તપાસ હથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews