રથયાત્રા ઉત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ મંદિર ખાતે આવતીકાલે મંગળવારે અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અષાઢી બીજના યોજાતો રથયાત્રા ઉત્સવ હાલ કોરોનાના સંક્રમણને અટકાવવાના આશય સાથે દ્વારકાના જગત મંદિરમાં મંગળવારે સાંજે ૪ થી પ.૩૦ સુધી જાહેર જનતા માટે પ્રવેશ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પછી સાંજે ૫ઃ૩૫ થી રાત્રીના ૮ઃ૩૦ વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ જાહેર જનતા દર્શનનો લાભ લઈ શકશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારની એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!