માંગરોળ પીજીવીસીએલનાં ધાંધીયાથી શહેરીજનો ત્રસ્ત બન્યાં છે. માંગરોળમાં નાગદા ફીડરમાં સામાન્ય ફોલ્ટને પગલે અડધા શહેરની લાઈટ બંધ કરતા સ્થાનીક રહીશો, વેપારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા પીજીવીસીએલનાં એક્ઝકયુટીવ ઈજનેરને ધારદાર રજુઆત કરી હતી. ઈમરજન્સી સમયે આપેલો હેલ્પ લાઈન ફોન કે મોબાઈલ ન ઉપડતા હોવાની પણ ફરીયાદ ઉઠી હતી. તેમજ વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી. જેમાં માંગરોળ પાલિકાનાં પૂર્વ પ્રમુખ કેશુભાઈ કોડીયાતર, વીએચપી પ્રમુખ વિનુભાઈ મેસવાણીયા, ભગીરથીસિંહ ચુડાસમા, રાજુભાઈ જાષી, આનંદભાઈ લુક્કા, કમલેશભાઈ સલાટ, વરંજાગભાઈ શામળા, કેતનભાઈ નરશાણા, ભાવેશભાઈ કોટડીયા સહિતનાં લોકો મોટી સંખ્યામાં જાડાયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews