જૂનાગઢ પોલીસની સહહૃદયતા : યુવાનનું પરીવાર સાથે મિલન કરાવ્યું

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. આ દરમ્યાન રાજકોટ ખાતે રહેતા અને સોની કામ કરતા નિલેશભાઈ લુંભાણી સોની (મો ઃ ૯૨૨૮૨ ૫૦૨૦૯) ના સાળા હિરેનભાઈ સોની રાજકોટ ખાતેથી કોઈને કહયા વગર નીકળી ગયા હતા. જે જૂનાગઢ આવ્યા હોવાની જાણ નિલેશભાઈ લુંભાણીએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ હતી. હિરેનભાઈ સોની કોઈ ટેન્શનના કારણે રાજકોટ ખાતે ઘરેથી નીકળી ગયા હોય, કોઈ અજુગતું પગલું ભરે, એ પહેલા તાત્કાલિક તપાસ કરી, શોધવા જરૂરી હોવાનું પણ જણાવેલ હતું. રાજકોટના નિલેશભાઈ લુંભાણી સોનીની જણાવેલ હકીકતની ગંભીરતા ધ્યાને લઇ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, સ્ટાફના પો.કો. પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, સહિતની ટીમ દ્વારા કાળવા ચોક, એસ.ટી., રેલવે, ગેસ્ટ હાઉસ, સહિતની જગ્યાઓ ઉપર સઘન તપાસ હાથ ધરતા, ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે રાજકોટથી ગુમ થનાર હિરેનભાઈ સોની, જવાહર રોડ, સ્વામિનારાયણ મંદિરની આજુબાજુ હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી તપાસ કરાવતા, જવાહર રોડ ઉપર આવેલ ગેસ્ટ હાઉસ ખાતેથી રાજકોટના હિરેનભાઈ સોની મળી આવેલ હતા. મળી આવેલ યુવાન હિરેનભાઈ સોની, પોતાના પરિવારના સભ્યોને મળતા, લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને મળી આવેલ હિરેનભાઈ સોનીના સ્વજનોએ જૂનાગઢ પોલીસ દ્વારા જમવાની પરવા કર્યા વગર મોડી રાત્રી સુધી મદદ કરી ગુમ થનારને શોધી કાઢતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, હિરેનભાઈના સંતાનોને જૂનાગઢ પોલીસની ફાધર્સ ડે ની ગિફ્‌ટ આપી, પરિવારજનોને પોતાના કુટુંબના સભ્યોના ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. ગુમ થયેલ યુવાન હિરેનભાઈ સોનીને લોક ડાઉન દરમ્યાન પોતાના સોનાના ધંધામાં ખોટ જતા, ચારેક લાખનું દેણું થઈ જવાના કારણે રાજકોટથી પોતાના મોટર સાયકલ ઉપર શહેર છોડી જૂનાગઢ આવી ગયેલ હતા. તેમનું જૂનાગઢ પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે મિલન કરાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!