સમગ્ર સોરઠમાં મેઘાનું હેત, વાવણીલાયક વરસાદ : જૂનાગઢમાં બે ઈંચ

0

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પરીવર્તન થયું હતું એક તો સૌથી લાંબો દિવસ હતો તેમજ સૂર્યગ્રહણ પણ હોય તેની અસર જાવા મળતી હતી. દસ વાગ્યા બાદ કાળા ડીબાંગ વાદળો છવાયા બાદ વરસાદ અનરાધાર વરસ્યો હતો. જૂનાગઢ સહીત જૂનાગઢ જીલ્લા તથા ગુજરાતભરમાં ૬૪ તાલુકામાં એક થી અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ વરસાદને લઈને સખ્ત ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઈ હતી. સોરઠમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે. ગઈકાલે ચોમાસાની અષાઢી જમાવટ થઈ રહી હોય તેમ જૂનાગઢ જીલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો. જયારે જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલ ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાં સૌથી વધુ માણાવદરમાં અઢી ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કેશોદમાં બે ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ અને વંથલી, ભેંસાણ, માળીયામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે વિસાવદર, મેંદરડામાં અડધો ઈંચ વરસાદથી લોકોમાં ખુશીની લહેર દોડી ગયેલ હતી. જૂનાગઢ શહેર અને જીલ્લામાં શનિવારની રાત્રીથી જ મેઘસવારી ધીમીધારે શરૂ થયેલ હતી જે સવાર સુધીમાં દોઢ ઈંચ પડયા બાદ સવારથી ફરી આકાશમાં વાદળો છવાયા હતાં. અને જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી બપોરનાં ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદનાં ઝાંપટા પડયા હતાં. જેને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. તેમજ જાષીપરા અન્ડરબ્રીજમાં પાણી ભરાઈ જવાથી લોકોની અવર-જવર બંધ થઈ ગઈ હતી. જૂનાગઢ શહેરમાં બે ઈંચ વરસાદ પડવાથી નીચાણવાળા રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતાં. ગિરનારમાં પણ ભારે વરસાદથી નદી-નાળા છલકાયા હતાં. સાંજનાં સમયે લોકો વરસાદ માણવા ભવનાથ પહોંચી ગયા હતાં. જૂનાગઢ શહેર ઉપરાંત માણાવદર તાલુકામાં શનિવારે રાત્રે પોણો ઈંચ વરસાદ પડયા બાદ ગઈકાલે દિવસે વધુ બે ઈંચ જેટલો વરસાદ પડતા કુલ ૬ર મીમી વરસાદ નોંધાયો હતો. જયારે કેશોદમાં પણ બે ઈંચ વરસાદથી શહેરમાં રસ્તા ઉપર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. જયારે માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. વંથલી, ભેંસાણ, માળીયામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે વિસાવદર, મેંદરડામાં અડધો ઈંધ વરસાદથી લોકોમાં ખુશીની લહેર દોડી ગયેલ હતી. સમયસર વરસાદ પડવાથી ખેડૂતો વાવણી કાર્યમાં જાડાઈ ગયા હતાં. ઘણા સમયથી વરસાદની રાહ જાયા બાદ ગઈકાલે સમગ્ર સોરઠમાં વરસાદે પોતાનો રંગ બતાવતા લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું અને સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.
આજે કેશોદમાં દોઢ ઈંચ વરસાદ
આજે સોમવારે પણ સવારે કેશોદમાં ૩પ મીમી વરસાદ પડયો હતો. તેમજ માંગરોળ, વંથલીમાં પ-પ મીમી અને જૂનાગઢમાં જારદાર ઝાપટું વરસી ગયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!