આજે જૂનાગઢ શહેરમાં વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાની ઝડપ વધી રહી છે. હવે દરરોજનાં સરેરાશ બે થી ત્રણ કેસ બહાર આવી રહયા છે. આજે જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં શીશુમંગલ ક્રોસ રોડ, મહાકાલ મંદિર પાસે રહેતા પુરૂષ ઉ.વ.૭ર, ઓઘડનગર, જાષીપુરા ખાતે રહેતા પુરૂષ ઉ.વ.૭ર તેમજ સીલ્વરપાર્ક સોસાયટી ઝાંઝરડા રોડ ચોકડી પાસે રહેત પુરૂષ ઉ.વ.૩રનો સમાવેશ થાય છે. તે સાથે જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસની સંખ્યા પપ થઈ ગઈ છે. જયારે એકટીવ કેસની સંખ્યા ર૦ થઈ ગઈ છે જેમને સિવિલ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જયારે ૩૪ વ્યકિત સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. દરમ્યાનમાં ગઈકાલે જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જનતા લોજમાં એક વ્યકિત કોરોના પોઝીટીવ આવતા સમગ્ર જનતા લોજને સેનીટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!