અમદાવાદ ખાતે રહેતી યુવતીને તેના પૂર્વ મિત્ર અને ઘરનાં સભ્યો દ્વારા મારી નાંખવાની ધમકી અપાતા ફરીયાદ

જૂનાગઢનાં મધુરમ બાયપાસ મંગલધામ-૩, જીનલ પેલેસની બાજુમાં રહેતા અને હાલ અમદાવાદ અખબાર નગર નવા વાડજ શિવમ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં રેખાબેન જેન્તીભાઈ ઝીંઝુવાડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી કેતન, કેતનની બહેન ધર્મિષ્ઠા બહેન, કેતનની પત્ન રીના, કેતનના માતા મંજુલાબેન (રહે.તમામ જૂનાગઢ દિપાંજલી પ્રમુખ નગર), કેતનનાં મિત્રો સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને અગાઉ આરોપી કેતન સાથે મિત્રતા હોય જે અંગે તેના ઘરનાં સભ્યો તથા મિત્રોને જાણ થતાં આ કામનાં તમામ આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદને અવારનવાર મોબાઈલ ફોન ઉપર મારી નાંખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!