એસજીવીપી ગુરૂકુલ દ્રોણેશ્વરનાં પ્રાંગણમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મહારાજને અષાઢી બીજ એટલે કે, રથયાત્રાના પવિત્ર દિવસે જગન્નાથજીની મુર્તિ ચિત્રિત વાઘા ધરાવાયા હતા. ત્યારબાદ દાદાની આરતી કરી ભગવાન શ્રી જગન્નાથજીનું પુજન કરાયું હતું. પંચોપચાર પુજન સાથે સાથે વિશેષ પ્રસાદ જાંબુ, કાકડી, ખારેક અને ડ્રાયફ્રુટ તથા મિસરી ધરાવ્યા હતા. ગુરૂકુલ પરંપરાની પુર્નઃ સંસ્થાપના કરનાર મહાન સંતવિભુતિ પુજ્ય ધર્મજીવનદાસજીસ્વામીનો આજે ૧૧૯ મો જન્મદિવસ પણ છે. પુજન બાદ દેશ અને દુનિયામાંથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય, દેશનું શત્રુ દેશથી રક્ષણ થાય, દેશના વીર જવાનોને અતુલ્ય બળ મળે તેવી ભગવાન જગન્નાથજીને પુજારીએ સવિશેષ પ્રાર્થના કરી હતી. હનુમાનજીનાં નયનરમ્ય વાઘા બનાવવા દર્શનાબેન માથુકીયાએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews