નમ્રમુની મહારાજની પ્રેરણાથી સેવાભાવી સંસ્થાઓને નિઃશુલ્ક રોટલીનું વિતરણ

0

જૂનાગઢમાં હાલ ભવનાથ પ્રકૃતિધામમાં રાષ્ટ્રીયસંત પુજય ગુરૂદત શ્રી નમ્રમુની મહારાજ ચાર્તુમાસ માટે પધારેલા છે. સામાન્ય રીતે મેટ્રો સીટી સિવાય જેમનું ચાર્તુમાસ મળવુ ખુબજ મુશ્કેલ છે. તે સંજોગોમાં જૂનાગઢના સદભાગ્યે ગુરૂદેવે જૂનાગઢની આદ્યાત્મીક ભૂમિ ઉપર ચાર્તુમાસ કરવાનું નકકી કરેલ અને તે માટે ભવનાથમાં આવેલ પ્રકૃતિધામ પસંદ કરેલ હતું. મહારાજશ્રીએ શ્રેષ્ઠીઓ સાથેની વાતચીતમાં એવો સુર વ્યકત કરેલ કે પ્રકૃતિધામના પરીસરમાં રોટલી બનાવવાનું અત્યંત આધુનીક મશીન છે. જેમાં રોટલી એક સરખી હજારોની સંખ્યામાં બને છે. અને તેના ઉપર અમુલનું શુધ્ધ ઘી લગાડવામાં આવે છે. પુજય ગુરૂ દેવના સ્ટાફ માટે આ મશીન દ્વારા રોટલી બને છે. પરંતુ પુજય ગુરૂદેવની ઈચ્છા એવી હતી કે આ મશીનમાં રોટલી ધણી જ વધુ બની શકે તેમ છે માટે જો જૂનાગઢની કોઈ સેવાભાવી સંસ્થા હોય તો અને જે શહેરમાં ભુખ્યાને ભોજન પુરૂ પાડતી હોય તો તેવી સેવાકિય પ્રવૃતી કરતી સંસ્થાઓને રોટલી મશીન પુરૂ પાડીએ. ગુરૂદેવ દ્વારા આવી સંખ્યાબંધ સામાજીક પ્રવૃતીઓ તેમના માર્ગદર્શન નીચે થઈ રહી છે. અહંમ યુવા ગૃપ દ્વારા નિયમીત અંતરે ભુખ્યાને ભોજન આપવાની વ્યવસ્થા થાય છે. ગુરૂદેવના સુચનથી જૈન સમાજના અગ્રણીઓએ બાબા મિત્ર મંડળના નિલેષભાઈ માળી તથા સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજાનો સંપર્ક કરી ગુરૂદેવ પાસે દર્શનાર્થે લાવતા ગુરૂદેવે તેમની પ્રવૃતીઓની નોંધ લઈ તેમની જે જરૂરીયાત હોય તે મુજબ ની રોટલી નિયમીત રીતે ચાર્તુમાસના સમય દરમ્યાન પુરી પાડવા માટેનો તાત્કાલીક નિર્ણય લઈ લીધેલ અને બાબા મિત્ર મંડળને રોજ ૧૦૦૦ રોટલી અને સત્યમ સેવા યુવક મંડળને રોજની ૩૦૦ રોટલી નિઃશુલ્ક રીતે આપવા જણાવી તે મુજબ સબંધીતને સુચના આપી દરરોજ ચાર વાગ્યે રોટલી ૫૦ નંગનાં પેકીગમાં તૈયાર રાખવાનું સુચન કરી નિયમીત મળી જશે તેમ બંને સંસ્થાના પ્રમુખને જણાવેલ. બંને સંસ્થાના પ્રમુખે જૂનાગઢ શહેરમાં તેઓ જે સેવા પ્રવૃતી કરે છે તેની રૂપરેખા પણ આપેલી હતી. છેલ્લા બે દિવસથી પ્રકૃતિધામથી તૈયાર થઈને અને ફોઈલ પેકિંગમાં પેક એવી રોટલીઓ બંને સંસ્થા દ્વારા અન્ય ભોજન સાથે શહેરમાં વિતરણ થવા લાગેલી છે. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તથા બાબા મિત્ર મંડળના નિલેષભાઈ માળીએ ગુરૂદેવ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલી છે. અને ગુરૂદેવનો ચાર્તુમાસ હોય તે દરમ્યાન જે કાંઈ સેવાકિય પ્રવૃતીમાં મદદની જરૂર હોય તે માટે બંને સંસ્થા ખડેપગે રહેશે તેવી ગુરૂદેવને ખાત્રી પણ આપેલી છે. ગુરૂદેવે પણ જણાવેલ કે ધાર્મીક ક્રિયા સાથે અમારૂ પણ સામાજીક ઉતરદાયીત્વ છે અને જે શહેરમાં ચાર્તુમાસ છે ત્યાં બધાને યોગ્ય ભોજન મળી શકે તે માટે બંને સંસ્થાઓને અન્ય કાંઈ જરૂર હોય તો મદદ કરવા માટે પુજય ગુરૂદેવે ખાત્રી આપેલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!