દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોતાનો પંજો વધુ વધુ મજબૂત બનાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ આ જિલ્લામાં નોંધાયા બાદ સોમવારે કોરોના વાયરસના કારણે સપ્તાહ પૂર્વે સંક્રમિત થયેલા એક બ્રાહ્મણ વૃદ્ધનું મૃત્યું નિપજયું છે. આ અંગેની વિગત મુજબ પખવાડિયા પૂર્વે અમદાવાદ રહેલી પુત્રી તથા દોહિત્ર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવીને કવોરોન્ટાઈન રહ્યા બાદ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તાર નજીક આવેલા ગાડીત પાડા વિસ્તાર પાસે રહેતા હરેશભાઈ નરભેશંકર જોષી નામના ૬૫ વર્ષના બ્રાહ્મણ વૃધ્ધને કોરોના હોવાનું જાહેર થયું હતું. ગત્ તા.૧૫મી જૂનથી તેઓને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બી.પી. તથા હાયપરટેન્શન જેવી બીમારી ધરાવતા હરીશભાઈ જોષીની જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબિયત લથડતા તેમને ગઈકાલે સવારે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પરંતુ તેમની પરિસ્થિતિ વધુ બગડતા અને સારવાર કારગર ન નીવડતાં તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા પ્રથમ મૃત્યુંથી આ વિસ્તારના લોકોમાં ભારે ભય સાથે બ્રહ્મ સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews