જૂનાગઢ જીલ્લામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

કોરોના સંક્રમણ સંદર્ભે તારીખ ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગમાં રસ રૂચિ ધરાવતા લોકોએ પોતાના ઘરે જાહેર સ્થળોએ એકત્રિત થયા વગર યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ સોશ્યલ મીડિયામાં પોતાની યોગની વિવિધ મુદ્રાઓ શેર કરી હતી. જૂનાગઢના જાણીતા તબીબ ડો.ઙી.પી.ચીખલીયા, યોગ શિક્ષક પ્રતાપ થાનકી સહિતના લોકો ઉજવણીમા ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા યોગ પ્રોટોકોલ મુજબ થયેલ ઉજવણીમાં શિક્ષકો નાના ભૂલકાઓ અને યોગપ્રેમીઓ કોરોના હંફાવવાના સંકલ્પ સાથે સહભાગી થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!