ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત તૃતીય બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ બોટલ રકતદાન થયું

આજના કપરા સમયમાં જામનગરમાં જી.જી. હોસ્પીટલમાં લોહીની તાતી જરૂરીયાત છે. આથી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઈટ અગેઈન્સ્ટ કોવીડ-૧૯ પ્રોજેકટ અંતર્ગત જી.જી. હોસ્પીટલના સહકારથી તૃતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં રકતદાન કરવા લોકો ઉમટી પડયા હતા અને અનેક માનવ જીંદગી બચાવવાના ઉમદા કાર્યમાં જાડાયા હતા અને ૪૦ બોટલ રકત એકઠું થયું હતું. આ લોહી થેલેસેમિયા સામે બાથ ભીડતા ૩પ૦ બાળકો માટે ડોનેટ કરીને માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ હતું જેમાં ૧૧ મહિલા દાતાઓ અને  ર૯ ભાઈઓએ રકતદાન કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!