ઓખા પીજીવીસીએલની બેદરકારીથી પ ગાયનાં મોત

છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓખા પીજીવીસીએલની અંડરમાં આવતા ઓખા બેટ આરંભડા સુરજ કરાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ વીસથી પચ્ચીસ હજાર રહેણાંક વિસ્તારના કનેક્શન છે અને લગભગ એક હજાર આસપાસ કોમર્શિયલ કનેક્શન છે. પરંતુ આ વીજ ગ્રાહકોને છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘણી પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. ગત વર્ષે ડઝનબંધ ગૌવંશ અને ગાયોના મોત નિપજ્યા હતા અને બે અકસ્માતમાં એક વીજકર્મીનું મોત થયું હતું. હાલ ઓખાની અંદર માત્ર થોડો વરસાદ થવાથી શનિવાર, રવિવાર અને સોમવારનાં એમ ટોટલ પાંચ ગૌમાતાનાં મોત થયા છે જેથી ગ્રામજનો અને ગૌ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે પીજીવીસીએલના તંત્રને પૂછતા ડેપ્યુટી ઈજનેર પટેલે સબ સલામતના બણગા ફૂંક્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!