વીજગ્રાહકોને ૨૦૦ યુનિટ માફી બદલ ગુજરાત સરકાર ઉપર ૬૦૦ કરોડનું ભારણ

ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે રહેઠાણના વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. માસીક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેઠાણ વીજ ગ્રાહકોને રાહતરૂપ એક વખત માફી આપવામાં આવશે. આથી રૂ.૬૦૦ કરોડના વીજ બિલ માફ કરવામાં આવશે. જેનો ૧૨ લાખ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ અંગે રાજયના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે. જેમાં જે ગ્રાહકોનો વીજ વપરાશ ૨૦૦ યુનિટથી વધારે વીજ વપરાશ કરશે તે ગ્રાહકોને લાભ મળશે નહીં જેના ઉદાહરણ તરીકે ૭૦ દિવસમાં ૩૫૦ યુનિટનો વપરાશ તો એક મહિના ૧૫૦ યુનિટ આ કેસમાં ફિકસ ચાર્જ અને ૧૦૦ યુનિટ માફ થશે.
બીજા ઉદાહરણમાં ૨૦૦ યુનિટનો વપરાશ ૭૦ દિવસમાં ૮૬ યુનિટનો વપરાશ થાય છે જેમાં ૧૦૦ યુનિટનો ઓછો વપરાશ છે. તેને માત્ર ફિકસ ચાર્જ ચૂકવવાનો થતો નથી. વીજ વપરાશ ૬૦૦ યુનિટ છે. વપરાશના દિવસ ૭૦ છે. માસીક સરેશરાસ વપરાશ ૨૫૭ જે ૨૦૦ યુનિટની વધારે છે. આ ગ્રાહકો માફી પાત્ર બનતા નથી.
આ લાભ તમામ વીજ વિતરણ કંપનીઓએ આપવાનો રહેશે. સરકાર દ્રારા માફીની રકમ વીજ વિતરણ કંપનીને ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓએ વીજ બિલ અંગેની તમામ પ્રક્રિયા સમયસર મર્યાદા મુજબ પૂર્ણ કરવાની રહેશે તેવુ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!