દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના વાઈરસની વેક્સિન શોધવાના પ્રયાસો ચાલુ છે ત્યારે આ તમામ વચ્ચે બાબા રામદેવની સંસ્થા પતંજલિ આજે એટલે કે મંગળવારે કોરોનાની એવિડન્સ બેસ્ડ પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલને પૂર્ણ વૈજ્ઞાનિક રિપોર્ટ સાથે લોન્ચ કરવા જઈ રહી છે કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલને બપોરે ૧ વાગે હરિદ્વારના પતંજલિ યોગપીઠમાં આચાર્ય બાલકૃષ્ણ લોન્ચ કરશે. આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહેશે. પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ તરફથી પતંજલિ મંગળવારે દર્દીઓ પર રેન્ડમાઈઝ્ડ પ્લેઝ્બો નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે. પતંજલી યોગપીઠ તરફથી નિવેદનમાં જણાવાયું છે કે, સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ના ઇલાજમાં પ્રમુખ સફળતાને લોકો સમક્ષ રજૂ કરશે અને જેમ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનો ખુલાસો પણ કરશે. ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિકો, શોધકર્તાઓ અને ડાક્ટરોની ટીમ પણ હાજર રહેશે. આ શોધ સંયુક્ત રીતે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂ , હરિદ્વાર એન્ડ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુર દ્વારા કરાયું છે. દવાનું નિર્માણ દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews