સાઉદી અરેબિયા હજ યાત્રા રદ કરી ઃ માત્ર સ્થાનિક લોકો જ હજ કરી શકશે

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના વધતા કેસને જોતાં સઉદી અરબિયાએ હજ યાત્રા ૨૦૨૦ માટે વિદેશીઓને મંજૂરી નહીં આપવાની જાહેરાત કરી છે. સઉદીઅરબે જાહેરાત કરી છે કે હજ માટે માત્ર સ્થાનિક લોકો અને દેશમાં રહેતા વિદેશી લોકોને જ કેટલીક શરતોની સાથે મંજૂરી આપવામાં આવશે. આ જાહેરાત મુજબ, આંતરરાષ્ટ્રીય વ્યકિતઓ માટે હજ યાત્રા આ વર્ષ માટે રદ કરવામાં આવી છે. સઉદી અરેબિયાએ કહ્યું કે આ વર્ષે હજને રદ નથી કરવામાં આવતી, પરંતુ કેટલાક પ્રતિબંધોની સાથે સ્થાનિક લોકોને જ સીમિત સંખ્યામાં તેમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે. સઉદી અરેબિયાએ મંગળવારે કહ્યું કે તેઓ વિભિન્ન દેશોના માત્ર તે લોકોને હજમાં સામેલ થવાની મંજૂરી આપશે જે પહેલાથી જ દેશમાં રહે છે. જાણકારી મુજબ, હજ યાત્રા આ વર્ષે જુલાઈમાં અંતમાં શરૂ થશે. અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકોમાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ સુરક્ષાત્મક ઉપાય પણ અપનાવવામાં આવશે. નોંધનીય છે કે, સામાન્ય દિવસોમાં હજ માટે સઉદી અરેબિયાના મક્કામાં સામાન્ય રીતે સમગ્ર વિશ્વભરમાં ૨૦ લાખની આસપાસ મુસ્લિમો એકત્ર થાય છે. મક્કામાં ઇસ્લામિક મામલાઓના મંત્રાલયની શાખાએ શહેરની લગભગ ૧૫૦૦ મસ્જિદોને સાવધાની રાખવાના નિર્દેશ જાહેર કર્યા છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે લોકોને મસ્જિદો નમાજ અદા કરવા માટે પોતાની ચટ્ટાઇ લાવવા અને નમાજ દરમ્યાન શારીરિક અંતરનું પાલન કરવું પણ જરૂરી હશે. મંત્રાલયે શટડાઉન દરમિયાન તમામ મસ્જિદોને સ્વચ્છ કરવાની જવાબદારી એજન્સીઓને સોંપી છે. કોરોના સંકટના કારણે ત્રણ મહિનાથી બંધ પવિત્ર શહેર મક્કામાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી કડક સાવધાનીઓનું પાલન કરવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!