જૂનાગઢમાં નોબલ પ્લેટીનમ રાયજીબાગમાં ૪ર વર્ષિય પુરૂષને કોરોના પોઝિટીવ

જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ શહેરોમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક સાથે પાંચ પોઝિટીવ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા અને સંબંધિત તંત્ર દ્વારા જે વિસ્તારમાં પોઝિટીવ કેસો આવ્યાં છે ત્યાં કન્ટેઈન્મેન્ટ ઝોન અને બફર ઝોન વિસ્તારો જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાંજના મોડેથી પણ વધુ એક જૂનાગઢ સિટીનો કેસ પોઝિટીવ આવ્યો હોવાનો અહેવાલ છે અને આ કેસ અંગેની હિસ્ટ્રી ટ્રેસીંગ કરવામાં આવી રહેલ છે. ગત શનિવારે કોરોના પોઝિટીવનાં બે કેસો નોંધાયા હતાં. જ્યારે રવિવારે એક કેસ આવ્યો હતો અને ગઈકાલે સોમવારે બપોર સુધીમાં એક સાથે ૩ કેસો અને ત્યારબાદ વધુ બે કેસો આવ્યા હતાં અને સાંજના મોડેથી ફરી એક જૂનાગઢ સીટીનો એક કેસ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહેલ છે. આજની તારીખે જૂનાગઢ જીલ્લાનાં કોરોના પોઝિટીવ કેસ જાઈએ તો કુલ કેસની સંખ્યા પ૮ છે. બહારનાં જીલ્લાનાં કોરોના પોઝિટીવ ૧૦ કેસો છે અને કુલ ૬૮ કેસો નોંધાયા છે. કોરોનામાં જૂનાગઢ સિટીમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જયારે ડિસ્ચાર્જ કેસોની સંખ્યા ૩૪ ઉપર છે અને એકટિવ કેસો ર૩ હોવાના હોસ્પિટલ તંત્રમાંથી જાણવા મળે છે. જૂનાગઢ શહેરનાં નોબલ પ્લેટીનમ રાયજીબાગ વિસ્તારમાં ૩ર વર્ષિય પુરૂષ કોરોના પોઝિટીવ આવતાં તેની હિસ્ટ્રી ટ્રેસ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!