જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ.બેલીમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા આંબેડકર ચોક ખાતે જુગાર અંગે દરોડો પાડી આ કામના આરોપી મહેશ જમનભાઈ સગારકા કોળીને જાહેરમાં ગેરકાયદેસર રીતે મોબાઈલમાં વોટસએપમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમતા કુલ રૂ.૭૩૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમજ આરોપી સીલો ગોવિંદભાઈ પરમાર પાસે કપાત કરાવતાં પોલીસે આ બનાવ અંગે બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ હાજર નહીં મળી આવનાર સીલો ગોવિંદભાઈ પરમારને ઝડપી લેવા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!