વર્તમાન પરિસ્થિતીમાં રાજ્યની તમામ ખાનગી શાળાઓની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ છે. આ સંજોગોમાં સરકાર તરફથી શાળાની ફીમાં ઘટાડો કરાશે તો તે અમને મંજૂર નથી. ફીમાં ઘટાડો કરવામાં આવશે તો શાળાઓના સ્ટાફને છૂટો કરવાની ફરજ પડશે. આમ, થવાથી ગુજરાતનાં રાજ્યભરમાંથી આશરે પાંચ લાખ શિક્ષકો બેકાર થશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ શિક્ષણમંત્રીને રૂબરૂ રજૂઆત કરતાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાતના પ્રતિનિધિ મંડળે આમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત બાદ સમગ્ર ગુજરાત રાજ્યના ખાનગી શાળાના સંગઠન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ચાર પ્રતિનિધિઓ ભરતભાઈ ગાજીપરા, ડી.વી.મહેતા, રાજાભાઈ પાઠક અને જતીનભાઈ ભરાડના બનેલા પ્રતિનિધિ મંડળે તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી સાથે પ્રત્યક્ષ મુલાકાત યોજી રાજ્યમાં ખાનગી શાળાના સંચાલનમાં પડતી મુશ્કેલીઓ અંગે મુદાસર રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાના કહેર બાદ રાજ્યમાં શાળાઓની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ છે. આ સંજોગોમાં સરકાર જો ખાનગી શાળાઓની ફીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરશે તો તે અમને મંજૂર નથી. એટલું જ નહિં જરૂર પડ્યે સંચાલક મંડળ સરકારના ફી ઘટાડાના નિર્ણયને કોર્ટમાં પડકારશે. સરકારે ફી ન ઘટાડવી જોઈએ. ફી ઘટાડવાનો નિર્ણય શિક્ષણ, શિક્ષક અને સંચાલક માટે ઘાતક નિવડશે. એટલું નહીં, ફી ઘટશે તો શાળાની એકમાત્ર આવક બંધ થઈ જવાથી ગુજરાતની તમામ શાળાઓને બંધ કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ શકે તેવી દહેશત પણ આ પ્રતિનિધિઓએ શિક્ષણ મંત્રી સમક્ષ વ્યકત કરી હતી.
શાળા સંચાલકોએ સરકાર સાથે ફીના મુદ્દે થયેલી સમજૂતીનું પાલન કર્યું છે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. શાળાઓમાં રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત અભ્યાસ કરતાં બાળકોની વર્ષ ર૦ર૦-ર૧ની ફી શાળાઓને એડવાન્સ આર્થિક રાહત સ્વરૂપે આપવાની માંગ કરી દર વર્ષે ફી રેગ્યુલર આપવાની પણ માંગ કરવાની સાથે પ્રતિનિધિ મંડળે શિક્ષણ મંત્રીને આ રજૂઆતોની ગંભીરતાથી નોંધ લઈ ગુજરાતના શિક્ષણના હિતમાં શાળા સંચાલકોને યોગ્ય ન્યાય આપવા અપીલ કરી હતી.
માર્ચ સુધી ભણાવ્યું છે, તેની ફી લેવાનાં અમો હકકદાર છીએ જ
તમામ ખાનગી શાળાઓએ ગત માર્ચ મહિના સુધી તો શાળાઓમાં શિક્ષણ કાર્ય કર્યું છે જ તેની ફી લેવાનાં તો તેઓ હકકદાર છે જ. પાછલા વર્ષની ફી જે વાલી ભરવા માંગે છે તેની ફી લઈએ છીએ. જે વાલી ભરી શકે તેમ નથી તેને સરકારની સૂચના અનુસાર ઓકટોબર-નવેમ્બર સુધી માફી આપીશું.
ઘણી ઓછી શાળાઓએ પૂરો પગાર ચૂકવયો છે
ખાનગી સ્કૂલોનાં સંચાલકોએ શિક્ષકોને પૂરો પગાર ચૂકવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડનાં વગદાર અને અગ્રણી શાળા સંચાલકે ખાનગી સ્કૂલોમાં ફીની સ્થિતિ અંગે જાણકારી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાતની ખાનગી શાળાઓમાં માંડ ૧૦ ટકા ખાનગી શાળાઓએ તેમનાં શિક્ષકોને પૂરો પગાર ચૂકવ્યો છે. અન્ય શાળા સંચાલકોએ પ૦-૬૦ ટકા પગારની ચૂકવણી કરી છે. પૂરો પગાર ચૂકવ્યો જ નથી. આ શિક્ષકોને તેમના બાકીનો પગાર આજે નહી તો કયારેક ચૂકવવો પડશે જ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews