માણસ જીવનમાં જયારે જયારે અસાવધાની પુર્વક વર્તતો હોય છે ત્યારે તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે અને એટલા માટે તો કહેવાયું છે કે, સાવચેતી છે તોજ જીવન છે.
માર્ચ માસથી ભાર અને વિશ્વના દેશો કોરોનાની ગંભીર બિમારીનો સામનો કરી રહયા છે. આ બિમારી એવી ગંભીર છે કે, જુટ લોકોનો કેડો મુકે તેમ નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસની શરૂઆત થઈ હતી અને ર૦ર૦ના વર્ષના ૬ માસ જેવો સમયગાળો લગભગ લોકડાઉન, મહામારી અને મુશ્કેલીભર્યો રહયો છે અને હજુ પણ કેટલો સમય આ અપ્રતિકુળતા રહેશે તે નકકી નથી. પણ એક વાત તો છે લોકોએ આરોગ્યની ચિંતા વધુ કરવી પડશે તેનું કારણ છે સરકારે લોકડાઉનમાં ચાર તબક્કા આપ્યા બાદ અનલોક-૧ શરૂ થયું અને જેમાં અનેક પ્રકારની છુટછાટો આપવામાં આવી છે. લોકોને વારંવાર સુચનાઓ આપવા છતાં મોઢે માસ્ક ન પહેરવું, વારંવાર હાથ ન ધોવા, સેનીટાઈઝ ન થવું, આરોગ્ય વિષયની સાવચેતી ન જાળવવી અને રોગનાં ભરડામાં આવી જવું. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે, કોઈપણ બિમારી એમને એમ કોઈના શરીરમાં પ્રવેશી જતી નથી. શરૂઆતમાં તેના પ્રાથમિક લક્ષણો દેખાય અને તેમ છતાં પણ લોકો ધ્યાન ન આપે તો પછી વધુ કદમ આગળ ચાલવા માંડે છે અને એમ કરતાં કરતાં માનવને બિમારી આંટો લઈ જતી હોય છે. કોરોનાની જ વાત કરીએ તો સરકારના આરોગ્ય વિભાગની ચોખ્ખી સુચના હોવા છતાં તેની ગાઈડલાઈન મુજબ લોકો સાવચેતીના પગલા લેતા હશે ખરા? લોકડાઉન ખુલી ગયા બાદ ગુજરાતની જ જા વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરો એવા છે કે, જયાં કોરોનાનો ઓછાયો પણ પડયો ન હતો પરંતુ જયારથી અન્ય શહેરોમાંથી કે અન્ય જીલ્લાઓમાંથી લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ છે, બસ ત્યારથી આ બધાજ શહેરોમાં કોરોનાની એન્ટ્રી શરૂ થઈ ગયો છે.
આજે ગુજરાતના તમામ જીલ્લાઓમાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો આ શહેરમાં છેલ્લા દિવસોમાં સતત કોરોનાના કેસો વધી રહયા છે. આજે પરિÂસ્થતી એવી બની છે કે, એક તરફ કોરોના હાહાકાર મચાવે છે તો
બીજી તરફ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો પાણીજન્ય રોગચાળો પણ વકરવાની સંભાવના છે. દર વર્ષે થતાં રોગો જેવા કે તાવ, ઉધરસ, શરદી, મેલેરીયા, ઝેરી મેલેરીયા, ડેંગ્યુ, સ્વાઈન ફલુ, ચિકનગુનીયા સહિતના રોગચાળામાં દર વર્ષે સંખ્યાબંધ લોકો સપડાઈ છે અને જાન પણ ગુમાવતા હોય છે. આ વર્ષે તો કોરોના અને સાથે જ અન્ય રોગચાળાનો ખતરો છે. ઉપરાંત ડબલ્યુએચઓએ એવું પણ કહયું છે કે, ફકત કોરોના નહિ પરંતુ અન્ય બિમારીઓનો પણ લોકોએ સામનો કરવાનો છે અને એના માટે જ દરેક લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આરોગ્ય બાબતે જરાપણ બાંધછોડ કરીશું નહીં અને કોવીડ-૧૯ ના નિયમોનું પુરેપુરૂં પાલન કરશું, એકલા કોરોના નહીં પરંતુ અન્ય રોગોમાં પણ જા ‘મે આઈ કમ ઈન’નો ઉદ્ગાર કાઢે તે પહેલા જ બારણાં પુરેપુરા અને સજજડ બંધ કરી દેશું.
છેલ્લે…
ઘરમાં જયારે નાના સંતાનો કે ઉંમર લાયક સંતાનો હોય છે ત્યારે દરેક પરિવારમાં રહેલા આ સંતાનો પોતાના માતા પિતા, ભાઈ-બહેન, વડીલ દરેકની ‘મહામારી’ના દિવસોમાં ખુબજ સંભાળ લેતા હોય છે અને દરેકના સ્વાસ્થ્યની કાળજી લઈ વારંવાર સાવચેતીની આલ્બેલ પોકારી ઘરના દરેક સભ્યને આરોગ્ય બાબતે સાવચેત કરી અને રોગોને પ્રવેશતા અટકાવવાનું મહત્વપુર્ણ સનતાપૂર્વક કાર્ય કરે તો બિમારી ઘર સુધિ ન પહોંચે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews