Thursday, January 21

વરાપ નીકળશે તો જૂનાગઢ શહેરનાં રસ્તાઓને યુધ્ધનાં ધોરણે ડામરથી મઢી આપીશું : મનપા કમિશ્નર તુષાર સુમેરા

જૂનાગઢ શહેરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે મુખ્ય-મુખ્ય રસ્તા ઉપર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને જેનાં કારણે મોટા-પાયે રસ્તાઓમાં ખોદકામ થયાં છે. કામગીરી પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી નવીનીકરણ અને રિપેરીંગની કામગીરી થઈ નથી. તેવા સંજાગોમાં આમ જનતાનો પણ સતત રોષ જાવા મળી રહ્યો છે. સામાજીક આગેવાનો પણ આ બાબતે વ્યથાઓ રજુ કરી રહ્યાં છે અને સર્વે સમાજની રસ્તાઓ બાબતની મુશ્કેલી અને ફરીયાદો સતત વહેતી રહી છે. ત્યારે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ આમ જનતાને થોડીક મુશ્કેલી ભોગવી લેવા અનુરોધ કરેલ છે અને સાથે જણાવેલ છે કે ચોમાસાનાં આ વરસાદે છેલ્લાં બે દિવસથી વરાપ જેવું વાતાવરણ સર્જયું છે ત્યારે જા વરાપ યથાવત રહેશે તો તબક્કાવાર જૂનાગઢ શહેરનાં રસ્તાને ડામરથી રાતો-રાત મઢી દેવામાં આવશે અને આ સાથે જ લોકોની અગવડતાનો અંત આવે તેવા મનપા તંત્રનાં પ્રયાસો રહેશે તેવું ભારપૂર્વક જણાવેલ છે. જૂનાગઢ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ભુગર્ભ ગટરની કામગીરી અંતર્ગત રસ્તાઓમાં ખોદકામ થયાં છે અને આ કામગીરી પુરી થઈ હોવા છતાં હજુ સુધી રસ્તાઓનું પેચવર્ક કે રીપેરીંગ કે ડામર જેવી કામગીરી કરવામાં આવી નથી અને લોકો હાલ અનેક મુશ્કેલી ભોગવી રહ્યાં છે. શહેરનાં મુખ્ય રસ્તાઓની આ હાલતને કારણે આમજનતામાંથી પણ અનેક ફરીયાદો ઉઠવા પામી છે. આ દરમ્યાન મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં ૮ મહાનગરો પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા એક માત્ર એવું શહેર છે કે જ્યાં એસટીપી એટલે કે સિવિલીયર ટ્રીટમેન્ટ પ્લાન અમલમાં નથી અને જેનાં કારણે સ્વચ્છતા બાબતે પણ આપણું શહેર પાછળને પાછળ રહે છે. અન્ય મહાનગરોને સ્વચ્છતા બાબતનાં સ્ટાર પ્રાપ્ત થાય છે જ્યારે જૂનાગઢનો ક્રમ પાછળ રહેતો હોય છે. ભારત સરકાર તરફથી ભુગર્ભ ગટરની કામગીરી કરવા માટે ૩૦ કરોડ જેવું મોટું બજેટ આપેલ છે અને જે અંતર્ગત જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. એસટીપી પ્લાન અંતર્ગત ભુગર્ભ ગટરની જે કામગીરી પૂર્ણ થશે તેમાં ત્રણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં ભુગર્ભ ગટરમાં વહેતું પાણી શુધ્ધ બની જશે અને ત્યારબાદ નદી-નાળાં અથવા તો જૂનાગઢ શહેરનાં નરસીંહ મહેતા સરોવરમાં આ પાણી ઠલવાશે અને જેનાં કારણે પાણીનાં  પણ જળવાયેલાં રહેશે. નરસિંહ મહેતાં સરોવરમાં ગટરનાં ગંદા પાણી ઠાલવવામાં આવે છે તેવી ફરીયાદનો પણ અંત આવી જશે. જૂનાગઢ શહેરમાં ગટરની આ કામગીરી કરવાની જ હતી અને કરવી પડે તેમ જ હતી એટલા માટે આ કામ હાથ ધરવામાં આવેલ છે. વિશેષમાં લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન મજુરો મળવા મુશ્કેલ હતાં, મજુરો વતન જતાં રહ્યાં હોય કામગીરી ટલ્લે ચડી હતી. ત્યારબાદ ભીમઅગિયારસથી વરસાદી મોસમ શરૂ થઈ અને અવારનવાર હળવાથી ભારે વરસાદનો મારો ચાલુ રહેતો હોય, મજુરો પ્રશ્ને વ્યવસ્થા ગોઠવી અને કામગીરી કરનાર કોન્ટ્રાકટર તેમના મજુરો સાથે બધુ આયોજન થયું અને હાલ જે કામગીરી ચાલી રહી છે તે હાથ ધરવામાં આવી. ઘણી બધી મુશ્કેલીઓ અને અડચણો આવ્યાં બાદ આ બધી બાબતનો ઉકેલ ટુંક સમયમાં આવી જશે અને જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણતાનાં આરે પહોંચી ગઈ છે. જે-તે વિસ્તારમાં ભુગર્ભ ગટર અંતર્ગત જે રસ્તાઓનાં ખોદકામ થયાં છે ત્યાં મનપા દ્વારા રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ વરસાદનાં વિધ્નને લઈને આ કામગીરી થતી નથી. જયશ્રી રોડની વાત કરીએ તો ત્યાં કોંકીટ પાથરી દેવામાં આવેલ છે પરંતુ વરાપ ન નીકળતાં ડામર પાથરવાની કામગીરી અધુરી રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેર જનતા જાગ કમિશ્નર તુષાર સુમેરાએ ભારપૂર્વક જણાવેલ છે કે વરાપ યથાવત રહેશે તો જયશ્રી રોડ, જવાહર રોડ, એમજી રોડ અને દાતાર રોડ સહિતનાં વિસ્તારોમાં યુધ્ધનાં ધોરણે અને તાત્કાલિક ડામર પાથરવાની કામગીરી હાથ ધરી અને જનતાને ભુગર્ભ ગટર તેમજ સારા રસ્તાની સુવિધા આપવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા કટિબધ્ધ બની છે ત્યારે જૂનાગઢનાં શહેરીજનોએ પણ અગવડતાનાં આ દિવસોમાં થોડીક અમારી સમસ્યા પ્રશ્ને સહકાર આપવા અને સયંમ જાળવવા અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!