જૂનાગઢ જીલ્લામાં પ૯ કોરોના પોઝિટીવ, ૪પ ડિસ્ચાર્જ, એકટિવ કેસોની સંખ્યા ૧૩

કોરોનાનાં કહેર વચ્ચે આજે ભારત અને વિશ્વનાં દેશો જીવન બચાવવાની કવાયતમાં આરોગ્ય વિષયક પગલાં અને તકેદારીનાં પગલાં સર્વત્ર લેવાઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ સતત કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. ૩૩ જીલ્લામાં કોરોનાનો પગપેસારો છે ત્યારે ગઈકાલે સાંજના ૬ કલાકની જૂનાગઢ શહેર અને જીલ્લાની સ્થિતિ જાઈએ તો જૂનાગઢ જીલ્લામાં કુલ પ૯ કોરોનાનાં કેસો સરકારી દફતરે નોંધાયેલા છે જેમાંથી ૧ કેસનું મૃત્યુ થયું છે અને ૪પ કેસોમાં તબિયત સ્વસ્થ થતાં દર્દીઓને રજા આપવામાં આવી છે અને હાલ એકટિવ કેસોની સંખ્યા કુલ ૧૩ છે.
જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં કોરોનાની એન્ટ્રી ખાસ કરીને ગત
તા.પ-પ-ર૦નાં રોજ થઈ હતી અને ર૩-૬-ર૦ સુધીમાં કોરોનાનાં કેસની સંખ્યા પ૯ સુધી પહોંચી હતી. કોરોના રોગની પરિÂસ્થતી અંગે એક આંકડાકીય માહિતી જાઈએ તો જૂનાગઢ સિટીમાં ર૪, જૂનાગઢ ૧, ભેંસાણ ૪, વિસાવદર ૯, માણાવદર ર, માળીયા ર, મેંદરડા ૬, માંગરોળ ર અને કેશોદ ૯ મળી કુલ પ૯ કેસોની સંખ્યા નોંધાયેલી છે. જે-જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો આવ્યાં છે તે તમામ વિસ્તારોમાં કન્ટેઈન્મેન્ટ ઝોન તેમજ બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે અને જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન જૂનાગઢનાં પ અને વડોદરા જીલ્લાનાં ૧ મળી કુલ ૬ દર્દીઓને સિવિલમાંથી તબિયત સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!