દેશનાં તાજેતરનાં ઈતિહાસમાં એવું પ્રથમવાર બન્યું છે કે, ભારતમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું હોય, છેલ્લા ૧૭ દિવસથી ભારતમાં સતત પેટ્રોલ – ડીઝલનાં ભાવ વધી રહયા છે. ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૯.૭૬ અને ડીઝલનો ભાવ ૭૯.૪૦ હતો જયારે આજે પેટ્રોલનાં ભાવમાં કોઈ વધારો થયો નથી પરંતુ ડીઝલનાં ભાવમાં ૪૭ પૈસાનો વધારો થતાં આજે પેટ્રોલનો ભાવ ૭૯.૭૬ જ છે જયારે ડીઝલનો ભાવ રૂ.૭૯.૮૭ થઈ ગયો છે. આમ આજે દેશનાં ઈતિહાસમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થયું છે. આજે ૧૮ માં દિવસે પેટ્રોલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ડીઝલની કિંમતમાં ચોક્કસપણે વધારો થયો છે. આ વધારાની કિંમતે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઇ ગયુ છે. આવુ પહેલીવાર થયુ છે જ્યારે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ બન્યું હોય છેલ્લા ૧૮ દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ.૧૦.૪૮ નો વધારો થયો છે જ્યારે પેટ્રોલ પણ ૮.૫૦ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા ૧૮ દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ ૩૫-૪૦ ડોલર પ્રતિ બેરલની વચ્ચે છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સામાન્ય માણસને તે મુજબ રાહત મળી નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews