બાલાગામની સીમ વિસ્તાર અને કાલસારી ગામે જુગાર દરોડા

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને સ્ટાફે બાલાગામ સીમ વિસ્તારમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ શખ્સોને કુલ રૂ.૧૬ર૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ દરોડા દરમ્યાન પાંચ શખ્સો નાશી જતાં તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. તેમજ અન્ય એક બનાવમાં વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ જૈતાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કાલસારી ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૩ શખ્સોને કુલ રૂ.૧૦૮૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!