જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં ટ્રક માસીક ભાડેથી ચલાવવા લઈ અને બાદમાં વહેંચી નાંખતા આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં મધુરમ બાયપાસ સંસ્કૃતિધામ બ્લોક-બી ખાતે રહેતાં રાજસીભાઈ રણમલભાઈ મોઢાએ પોલીસમાં આ કામનાં આરોપી ભરતભાઈ દેવાભાઈ કુછડીયા, રેખાબેન ભરતભાઈ કુછડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં સાહેદ રામભાઈ કરશનભાઈ આગઠ મેર (રહે.ખાવડી જામનગર)વાળાની ટ્રક જીજે ૧૧ યુ ૮૮૩૧ રૂ.૪ લાખની કિંમતનો જે ફરીયાદીનાં ઘર પાસે રાખેલ જે ટ્રક આ કામનાં આરોપી ભરતભાઈ કુછડીયા, રેખાબેન ભરતભાઈ કુછડીયા માસીક રૂ.પ૦ હજારનાં ભાડે ચલાવવા લઈ ગયેલ અને ભાડાના પૈસા માંગતા આપેલ નહી અને ટ્રક કોઈને વહેંચી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews