જૂનાગઢ સહિત રાજયભરનાં વિદ્યાર્થીઓને માટે કોરોનાની આ પરિસ્થિતિમાં નવું શૈક્ષણિક સત્ર કયારથી શરૂ થાય તે અંગે ભારે મુંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રાથમિક શિક્ષણથી લઈ હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓ માટે એડમીશનથી લઈ શાળામાં શિક્ષણ કયારથી શરૂ થવાનું છે અને પ્રવેશ મેળવવા સહિતનાં પ્રશ્નો મુંઝવણી રહ્યાં છે. જા કે દર વર્ષે જૂન માસમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે. ત્યારે વિવિધ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક શિક્ષણ લેતાં બાળકોથી લઈ હાઈસ્કુલ સુધીનાં વિદ્યાર્થીઓને હાલ ઓનલાઈન શિક્ષણ પ્રથા સાથે જાડવામાં આવી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પ્રત્યે ચિંતાગ્રસ્ત બન્યાં છે. દરમ્યાન શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અને જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા આલ્ફા હાઈસ્કુલનાં સંચાલક શ્રી જી.પી.કાઠીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં આગામી નવું શૈક્ષણિક સત્ર કયારથી શરૂ થાય તે અંગેની શક્યતા દર્શાવી હતી. શ્રી જી.પી.કાઠીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.૧પ ઓગષ્ટથી શાળાકીય વર્ષ શરૂ થાય તેવું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજયસરકાર નિર્ણય લ્યે અને ત્યારબાદ નવાં શૈક્ષણિક સત્ર અંગેની માર્ગદર્શિકા જાહેર થશે પરંતુ સંભવત ૧પમી ઓગષ્ટથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જાય તેવી સંભાવના વ્યકત કરી હતી અને ઓગષ્ટમાંથી શિક્ષણકાર્ય શરૂ કરી દેવું જાઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું. હાલ એકતરફ કોરોનાનાં કેસો વધી રહ્યાં છે.
પરંતુ બીજી તરફ ધો.૧૦-૧ર એટલે કે બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે ૧પમી ઓગષ્ટથી શાળાઓ શરૂ થઈ જાય તે ખુબ જ જરૂરી છે અને પ્રાથમિક શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓ ધો.૧ થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓ માટે ૧ લી સપ્ટેમ્બર સુધીમાં શાળા શરૂ કરી દેવી જાઈએ. તેમ જણાવી આલ્ફા હાઈસ્કુલનાં સંચાલક જી.પી.કાઠીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ અમોને કયારથી શાળા શરૂ કરવાની છે તે અંગે વિદ્યાર્થીઓનાં વાલીઓનાં સતત ફોન આવતાં હોય છે પરંતુ જયાં સુધી સરકારની માર્ગદર્શિકા જાહેર ન થાય ત્યાં સુધી આપણે નવું સત્ર શરૂ કરી શકતા નથી. ઓનલાઈન શિક્ષણ અંગે શ્રી જી.પી.કાઠીએ જણાવ્યું હતું કે માર્ચ માસથી કોરોનાનાં સંક્રમણને કારણે તમામ શાળાઓ પ્રાથમિક શિક્ષણથી લઈ બંધ છે. તેમજ જાહેર ઉદ્યાનો કે હરવા-ફરવાનાં સ્થળો પણ બંધ હોય જેને લઈને નાના બાળકોની પ્રવૃતિ ઉપર રોક લાગી ગઈ છે.
ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નાના બાળકોને તેમનાં વાલીઓએ પુરતું માર્ગદર્શન આપવું જાઈએ અને વિદ્યાર્થીઓને આ ઓનલાઈન શિક્ષણની પ્રવૃતિ સાથે જાડવામાં આવશે તો વિદ્યાર્થીઓને પણ એક પ્રવૃતિ સાથે તેમનો પણ સમય વ્યતિત થશે અને આગામી સમયમાં જ્યારે ઓનલાઈન શિક્ષણની જ પરિસ્થિતિનું નિર્માણ થાય તો વિદ્યાર્થીઓને બચપણથી જ આ પ્રથામાં જાડી દેવા એ પણ હિતકારી છે. ઓનલાઈન શિક્ષણમાં ખાસ કરીને શહેરમાં તો બાળકોને, વિદ્યાર્થીઓને જાડી શકાય તેમ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને તેનો લાભ હાલનાં સંજાગોમાં મળતો નથી. તેનાં કારણમાં એવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલનું ટાવર મળતું ન હોય, કનેકટિવીટી ન હોય તેમજ એક જઘરમાં બે થી ત્રણ બાળકો હોય તો દરેકને તેનાં માં-બાપ મોબાઈલ કે લેપટોપ આપી શકતા નથી અને આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હોવાનાં કારણે પણ ઓનલાઈન શિક્ષણમાં આવા વિદ્યાર્થીઓને રૂકાવટ આવતી હોય છે. તેમ જણાવ્યું હતું. અંતમાં ૧પમી ઓગષ્ટથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જાય તે સૌના માટે હિતકારી છે અને ખાસ કરીને સરકારની અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાને અનુસરીને એટલે કે માસ્ક પહેરવા, ઓડઈવન પધ્ધતિથી વિદ્યાર્થીઓને શાળામાં આવવું અને ડિસ્ટનસ જાળવવા સહિતનાં નિયમોનું ચુસ્ત પાલન સાથે શાળા શરૂ કરી દેવી જાઈએ. તેવું તેઓએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews