સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટમાં ભવનનાં વડાની તેમજ બોર્ડ ઓફ એકાઉન્ટનાં સભ્યની ખાલી બેઠક ઉપર ચૂંટણી યોજવા માંગણી

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અંગ્રેજી ભવનનાં પ્રોફેસર અને પૂર્વ સિન્ડીકેટ સભ્ય પ્રો.જયદીપસિંહ કિશાભાઈ ડોડીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલસચિવને એક પત્ર પાઠવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટમાં ભવનનાં વડાની તેમજ બોર્ડ ઓફ એકાઉન્ટનાં સભ્યની ખાલી બેઠક ઉપર ચૂંટણી યોજવાની માંગણી કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે, ઈતિહાસ ભવનના વડા પ્રો.પ્રફુલાબેન રાવલે સીન્ડીકેટ સભ્ય પદેથી છ માસ પહેલા રાજીનામું આપતાં, સીન્ડીકેટ ભવનના વડાની બેઠક ખાલી પડી છે. આ બેઠક માટે ચૂંટણી યોજના સત્વરે જાહેરનામું બહાર પાડવા વિનંતી છે. સામાન્ય રીતે આ બેઠક ઉપર ચૂંટણી યોજાતી નથી. સીનીયોરીટી મુજબ જ ભવનના વડાઓ પૈકી માત્ર એક જ સીનીયર હેડ ઉમેદવારી નોંધાવે છે. સેનેટ સભ્ય ડો.લીલાભાઈ કડછાએ બોર્ડ ઓફ એકાઉન્ટનાં સભ્યપદેથી ઘણા લાંબા સમય પહેલાં રાજીનામું ધરેલ છે. તેમની ખાલી પડેલ બેઠક ઉપર પણ સત્વરે ચૂંટણી યોજવા જણાવેલ છે. લોકશાહી શાસન પ્રણાલીમાં ચૂંટણી અનિવાર્ય હોય ત્યારે આ બંને જગ્યાઓ માટે હવે વધુ વિલંબ ન થાય તે જાવા વિનંતી કરી છે અને સત્વરે યોગ્ય કરવામાં માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!