વડાલ ગામે મનદુઃખ રાખી હુમલો કરતાં ફરીયાદ

જૂનાગઢનાં વડાલ ગામ ખાતે રહેતાં અશરફભાઈ હાજીસીદી માંઢાતએ પોલીસમાં આ કામનાં આરોપી ફરીયાદીનાં મામાના દીકરા બાબુ જમાલ પીંજારા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની દુકાનમાં વેપાર સારો ચાલતો હોય અને આ કામનો આરોપી જાઈ ન શકતો હોય જે વાતનું મનદુઃખ રાખી ફરીયાદીને બેફામ ગાળો આપી હાજમા છરી, પાઈપ લઈ ફરીયાદીની દુકાને આવી દુકાનમાં તોડફોડ કરી નુકશાની કરી ફરીયાદીને તથા સાહેદને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!