જૂનાગઢમાંથી જુગાર રમતાં ૩ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એમ.માલમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રામદેપરા સીંડીકેટનાં ખુલ્લા મેદાનમાં જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને કુલ રૂ.૧પ૪ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુનો ૧ બનાવ નોંધાયો
જૂનાગઢનાં ઝાંઝરડા ખાતે રહેતાં મયુરભાઈ જયંતિભાઈ ધોરાજીયાએ કોઈપણ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમ્યાન ગત તા.ર૩-૬નાં રોજ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!