જૂનાગઢમાં સોપારીનાં પૈસા બાબતે મનદુઃખ, સામ-સામી ફરીયાદ નોંધાઈ

0

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ નજીક સુદર્શન પાર્ક ખાતે રહેતાં ભાવેશભાઈ ગીરીશભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી અરમાન ઈબ્રાહીમ સીડા, મેમુદાબેન ઈબ્રાહીમ સીડા, ઈબ્રાહીમભાઈ સીડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી પાસેથી લોકડાઉન સમયે ફરીયાદીને વિશ્વાસ આપી ફરીયાદીની દુકાનેથી ૧૯પ કિલો સોપારી રૂ.૮૭૭પ૦ની લઈ ગયેલ અને ફરીયાદીને આજદિન સુધી સોપારીનાં પૈસા આપેલ નહી અને વિશ્વાસઘાત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ બનાવ અંગે સામાપક્ષે પણ મેમુદાબેન ઈબ્રાહીમભાઈ સીડાએ પોલીસમાં ભાવેશભાઈ રાઠોડ, તેનો પાર્ટનર, ભાવેશભાઈનાં ભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી ભાવેશભાઈ રાઠોડએ પાનબીડીનો ધંધો કરતા હોય અને ફરીયાદી તથા સાહેદ આશીયાનાબેન તથા સાહેદ અરમાન આરોપીની દુકાને સોપારી લેવા જતાં આરોપી ભાવેશભાઈ રાઠોડએ ફરીયાદીની નજર બહાર સાહેદ આશીયાનાબેનનો હાથ પકડી બિભત્સ ઈશારાઓ કરેલ અને ફરીયાદીએ સોપારી તથા અન્ય માલ માટે રૂ.૩ લાખ આપેલ અને ફરીયાદી મેમુદાબેનના દિકરા અરમાન મોબાઈલમાં વીડીયો ઉતારતા આરોપીએ ફરીયાદી તથા સાહેદોને કાઢી મુકેલ અને ફરીયાદીએ આપેલ રૂપિયા પરત આપેલ નહી અને પછી સોપારી લઈ જ્જા તેમ વિશ્વાસ આપેલ જે અન્વયે આજદિન સુધી સોપારી કે ફરીયાદીનાં રૂપિયા પરત આપેલ નહી અને ફરીયાદી ફરીથી પૈસા માંગવા જતા આ કામના તમામ આરોપીઓએ એકસંપ કરી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો કાઢી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!