જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ રેન્જમાં દારૂ, જુગારનાં બુટલેગરો ઉપર સતત વોચ રાખી કડક હાથે કામ લેવાની સુચના મળેલ જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઈમ સેલનાં ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પી.જે. રામાણી, જે.પી. મેતા, ભરતભાઈ ચાવડા, રમેશભાઈ શિંગરખીયા, ભુપતસિંહ સીસોદીયા, પ્રવિણસિંહ મોરીએ જૂનાગઢ ધારાગઢ દરવાજા ગેબનશાપીરની દરગાહ પાસે રહેતા રફીક ઉર્ફે મહેબુબ હુસેનભાઈ સાંધ તથા જૂનાગઢ ભરડાવાવ પાસે ભકિતનગરમાં રહેતા ભગુ કરશન ભારાઈએ ઈંગ્લીશ દારૂ મંગાવી રીયાજ રહીમ મીયાણાનાં રહેણાંક મકાનમાં ઉતારેલ છે જે હકીકત મળતા રેડ કરતાં રફીક ઉર્ફે મહેબુબ હુસેનભાઈ સાંધ ઝડપાયેલ છે. જયારે હાજર નહી મળી આવેલ ભગુ કરશન ભારાઈ, રીયાજ રહીમ મીયાણા સામે ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની પેટી નંગ-૧૩, મોબાઈલ મળી કુલ રૂ. ૬ર૯૦૦નો કબ્જે કરી એ ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews