જૂનાગઢ તાલુકાનાં વાણંદીયા ખાતે રહેતાં બટુકનાથ ચતુરનાથ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી દેવશીનાથ મીનાનાથ, મીનાનાથ, કાનાનાથ બચુનાથ, અજય કાનાનાથ, સંજય કાનાનાથ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ભત્રીજા રવીનાથને આરોપી દેવશીનાથ મીનાનાથ સાથે અગાઉ થયેલ મનદુઃખનાં કારણે આ કામનાં આરોપી દેવશીનાથે ઉશ્કેરાઈ જઈ અન્ય આરોપીઓ સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી લાકડી-કુહાડી તથા લોખંડનાં સળીયા જેવા જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી હથીયારો વડે ફરીયાદી તથા સાહેદ સુરેશનાથ અને રવીનાથ તથા મેહુલનાથને ઈજાઓ કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવ અંગે સામાપક્ષે પણ મનજીનાથ બચુનાથ વાઘેલાએ રવીનાથ રઘુનાથ, રઘુનાથ ચતુરનાથ, બટુકનાથ ચતુરનાથ, મેહુલનાથ બટુકનાથ, સુરેશનાથ બટુકનાથ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં દિકરા દેવશીનાથે તેના શેઠે આરોપી રવીનાથને મજુરીએ આવવાની ના પાડેલ હોય જે વાત આરોપી રવીનાથને કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ અન્ય આરોપીઓ સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી લાકડી તથા કુહાડી જેવા જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી હથીયારો વડે ફરીયાદી તથા સાહેદ ચંપાબેન તથા અજયભાઈને ઈજાઓ કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews