૫ેટાચૂંટણીમાં ભાજપમાં પ્રવેશેલાઓને ટિકિટ દેવા ભાજપમાં જબરી ઉથલ-પાથલ સર્જાશે તેવી ભીતી

0

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધુ હતું જેના પગલે આ બધીય બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાનાર છે.રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર પેટાચૂંટણી ઉપર છે. જોકે,પક્ષપલ્ટુ ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદ્દે ભાજપની નેતાગીરી ચિંતિત છે કેમકે, પેટાચૂંટણીમાં મતદારોએ પક્ષપલટુઓને ઘેર બેસાડી દીધા છે જેના પગલે હવે પેટાચૂંટણીમાં આ રાજકીય સાહસ કરવુ ભાજપને મોંઘુ પડી શકે છે. તે જોતાં ભાજપને મતદારો-ભાજપના કાર્યકરોનો મૂડ જાણવા ખાનગી સર્વે કરાવવા નક્કી કર્યુ છે. રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિત, પ્રવિણ મારૂ, જે.વી. કાકડિયા, સોમાભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરઝાએ રાજીનામુ ધરી દીધુ હતું. પેટાચૂંટણી માટે ભાજપે અંદરખાને ઉમેદવારની શોધખોળ શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, કોંગ્રેસ છોડી પક્ષપલટો કરનારાં કેટલાંક ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન અપાયુ છે. જોકે,કેટલાંક ધારાસભ્યોએ પોતાના અંગત કામો પાર પાડીને પેટાચૂંટણી લડવાથી દૂર રહેવા નક્કી કર્યુ છે. હવે સવાલ એ ઉભો થયો કે, આ આઠેય બેઠકોમાં મોટાભાગની બેઠકો કોંગ્રેસ તરફી રહી છે.જો પક્ષપલટુને ભાજપ ટિકીટ આપે તો અલ્પેશ વાળી થાય તેવો ભાજપના નેતાઓને ડર સતાવી રહ્યો છે. કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી વખતે જ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત-કચ્છમાં પક્ષપલટુ ધારાસભ્યો વિરૂધ્ધ અભિયાન છેડીને મતદારો-કાર્યકરોને અગાઉથી સતર્ક કરી દીધા છે જેના કારણે ભાજપ નેતાગીરીની ચિંતા વધી છે. આ તરફ,ભાજપના નેતાઓ વિચારી રહયાં છેકે,પક્ષપલટા વખતે ટિકીટનું વચન તો આપી દેવાયુ છે પણ ભાજપના કાર્યકરો આ સ્વિકારશે ખરાં. આ ઉપરાંત સ્થાનીક સંગઠન કક્ષાએ મતદારો કક્ષાએ મતદારો ભાજપના આયાતી માલને મત આપશે ખરાં. આ સવાલો ઉઠયાં છે ત્યારે ભાજપે અંદરખાને આ બધીય બેઠકો ઉપર મતદારો અને ભાજપના કાર્યકરોનો મૂડ જાણવા ખાનગી સર્વે હાથ ધરવા નક્કી કર્યુ છે.ખાનગી સર્વેના ફીડબેક બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જેથી પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં કાચુ કપાય નહીં. હાલમાં તો ભાજપના મંત્રીમંડળથી માંડીને સાંસદ,ધારાસભ્યોમાં મોટાભાગના મૂળ કોંગ્રેસીઓ જ છે જેના કારણે ભાજપમાં અંદરખાને તો રોષ ભભૂકેલો જ છે. આ બધીય કવાયત પાછળનું કારણ એછેકે,જો પેટાચૂંટણીમાં હાર થાય તો પંચાયતો-પાલિકાની ચૂંટણી ઉપર અસર થઇ શકે તેમ છે.
પક્ષપલટુઓને મતદારોએ ઘરે બેસાડ્યાં
• અલ્પેશ ઠાકોર
• ધવલસિંહ ઝાલા
• જશા બારડ
• છબીલ પટેલ
• ડો.તેજશ્રીબેન પટેલ
• અમિત ચૌધરી
• માનસિંહ ચૌહાણ

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!