ગીર સોમનાથ જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહયા હોવાથી તંત્ર દોડતુ થયું છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા અને સુત્રાપાડાના પીપળવા ગામે અન્ય રાજયમાંથી વેરાવળ આવેલા બે વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવતા તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૩ કેસો આવેલા છે. જેમાંથી ૫૩ દર્દીઓ સ્વસ્થ થઇ જતા ડીસ્ચાર્જ કરાયા છે. જયારે હાલ ૧૯ એકટીવ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧ મોત થયુ છે. ગીર સોમનાથ જીલ્લામાં અનલોક-૧માં કોરોનાનું સંક્રમણ કુદકેને ભુસકે વધી રહયું હોય તેમ દરરોજ કોરોનાના પોઝીટીવ કેસો આવી રહયા છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાંથી બે કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં ગીરગઢડામાં હાઉસીંગ સોસાયટીમાં બારેક દિવસ પૂર્વે મુંબઇથી આવેલ ૪૦ વર્ષીય પુરૂષ પોઝીટીવ આવેલ છે. જયારે સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામે મુંબઇથી જ આવેલ ૧૮ વર્ષીય યુવક પોઝીટીવ આવેલ છે. આ બંન્ને દર્દીઓને સારવાર અર્થે ખસેડવા અને તેમના સંપર્કમાં કેટલા લોકો આવ્યાં છે તેની વિગતો જાણવા તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. જયારે વેરાવળનાં બે તબીબો સહીત ત્રણે કોરોનાને મહાત આપી હતી.
એક તરફ ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહયા છે તો બીજી તરફ કોરોનાની સારવાર હેઠળ રહેલા દર્દીઓ મજબુત મનોબળ થકી કોરોનાને મહાત પણ આપી રહયા છે. દરમ્યાન દસેક દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવેલા વેરાવળની ખાનગી હોસ્પીટલના ડો. રાજેશ ધનસાણી, ડો. સીમા તન્ના અને કમ્પાઉન્ડર દિપક ચોપડા સઘન સારવાર બાદ સ્વસ્થ થઇ જતા ગઈકાલે તેઓને રજા આપી દેવામાં આવી હતી.
લોકોને કામ વગર બહાર ન નિકળવા કલેકટરની અપીલ
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધી રહેલ સંક્રમણ સામે લોકોએ સર્તક રહેવા ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશે અપીલ કરતા જણાવેલ કે, લોકોએ જરૂરી કામ વગર બહાર ન નિકળવું સાથે નાના બાળકો, સર્ગભાઓ, બીમાર વ્યકિત કે વૃધ્ધોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ખાસ ઘરની બહાર ન નીકળવું. લોકોએ એકબીજા સાથે સલામત અંતર રાખવું, વારંવાર પાણી અને સાબુથી હાથ ધોવા જેવી તકેદારી રાખવી. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના લક્ષણો જેવા કે તાવ-શરદી વગેરે જણાય અથવા તો પરીવારના કોઇપણ સભ્યમાં લક્ષણો દેખાય તો હેલ્પ લાઇન નં. ૦૨૮૭૬-૨૮૫૨૨૪ કાર્યરત કરાઇ હોય તેના ઉપર સંપર્ક કરી હોસ્પીટલમાં આવ્યા વગર સીધા ડોકટર સાથે વાત કરી માર્ગદર્શન મેળવી શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews