જૂનાગઢ જીલ્લામાં ચોમાસાની ઋતુમાં રોગચાળો નાથવાનાં સઘન પગલા લેવાશે

0

જૂનાગઢ જિલ્લામાં સંચારી રોગ નિયંત્રણ સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અઘિકારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં રોગચાળા માટે અટકાયતી પગલા લેવા તેમજ સતર્ક રહેવા જણાવાયું હતું. ચોમાસાની ઋતુમાં વાહકજન્ય, પાણીજન્ય રોગચાળાની પરિસ્થિતિ અને કામગીરી બાબતે તેમજ સીઝનલ ફલુના કેસો અને તે અંગેની કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં હાલમાં કોવિડ-૧૯ સંદર્ભે પોઝિટીવ કેસ, સેમ્પલ પરીક્ષણ તેમજ સગર્ભા, બાળકો અને ૬૦ થી વધુ ઉંમરના લોકોએ વિશેષ તકેદારી સહિતની બાબતોની ચર્ચા કરવામાં અવી હતી. બેઠક જિલ્લા આરોગ્ય અઘિકારી ડો.મહેતાના અધ્યક્ષસ્થાને યોજાય હતી. જેમાં જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો.રાઠોડ,ડો.વ્યાસ,ડો.ભાયા સહિતના અન્ય વિભાગના અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!