જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ યોજાશે નહીં

શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ. કોરોના મહામારીમાં સરકારના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનો નથી. આ વર્ષે કોઈ સત્સંગ કે સંતવાણી વગેરે સાથે અહીંયા આ મહોત્સવ ઉજવવામાં આવશે નહિ. સૌ આશ્રમ પરિવારના જાળિયા સહિત ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત વગેરે વિસ્તારના ભાવિકોએ આ પર્વે અહીં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવણી થવાની નથી જેથી અહીંયા ઉપસ્થિત રહેવાનું નથી જેની નોંધ લેવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!