સરકાર દ્વારા અનલોક-૨માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજુરી આપવા માંગ

0

કેશોદ મંડપ, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા-રોજગાર બંધ હોવાથી હેરાન પરેશાન થઈ ગયેલા છે. મંડપ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, વિડિયોગ્રાફી ફોટોગ્રાફી, લાઈટ ડેકોરેશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે જોડાયેલા મજુરો, કારીગરો પણ ત્રણેક મહિના જેવાં સમયથી કામ ધંધા-રોજગાર વગર બેઠા છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનમાં સુધારા વધારા કરી જાહેર કાર્યક્રમો અને સામાજિક પ્રાસંગિક પ્રસંગો માટે મંજુરી અનલોક-૨માં આપવામાં આવે એવી માંગ કરી છે. કેશોદ શહેર-તાલુકામાં મંડપ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, ફલાવર ડેકોરેશન અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા મામલતદાર કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી હતી જેમાં તમામ હોદ્દેદારો અને વેપારીઓ જોડાયા હતાં. કોરોના વાયરસનાં કારણે લાગું કરવામાં આવેલ લોકડાઉન માર્ચ મહિનાથી જુન મહિના સુધી અમલવારી કરવામાં આવતાં લગ્નગાળાની સીઝન નિષ્ફળ ગયેલી છે. ત્યારે આવનારાં દિવસોમાં થોડીઘણી રોજગારી મળી રહે એ માટે અનલોક-૨માં છુટછાટ આપવા રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!