ગીર સોમનાથ જીલ્લામાં ૯ કરોડથી વધુના ૪૨૬ વિકાસ કામો પ્રભારી મંત્રીએ મંજુર કર્યા

0

ગીર સોમનાથ જીલ્લા આયોજનની બેઠક પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજી હતી. જેમાં મંત્રીએ ગાંધીનગરથી જયારે ગીર સોમનાથ જીલ્લાનાં અધિકારીઓ કલેકટર કચેરીના સભાખંડમાં એકત્ર થઇ વીસીથી બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાએ ગીર સોમનાથ જીલ્લાનાં લોકપ્રતિનિધિઓ એવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પુંજાભાઈ વંશ, ભગવાનભાઈ બારડ, જીલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન જાલોંધરા, ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ, ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, આયોજન અધિકારી ભાવનાબા ઝાલા સાથે જીલ્લામાં જરૂરી એવા કરવાના થતા કામો અંગે ચર્ચાઓ કરી હતી. જેમાં લોકપ્રતિનિધિઓએ સુચવેલા વિકાસના અને રોડ-રસ્તા જેવા પ્રાથમીક સુવિધાના કામો અંગે પણ વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી. આ ઉપરાંત ચાલી રહેલ અને બાકી રહેલ વિકાસ સહિત પ્રાથમીક સુવિધાના કામોની જાણકારી મેળવી હતી. તે અંગે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જીલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે આયોજન હેઠળ રોડ-રસ્તા સહિતના જુદા-જુદા વિકાસ કામો કરવા માટે ચર્ચાઓના અંતે રૂ. ૯.૮૪ કરોડના ખર્ચના ૪૨૬ જુદા-જુદા કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ તમામ કામો સમયસર શરૂ કરાવી વહેલીતકે પુર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાએ આયોજનના કામોની સમીક્ષા કરતા જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લામાં બાકી રહી ગયેલા વિકાસના કામો ત્વરીત પુર્ણ થાય તે માટે તકેદારી રાખવા અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં મંજુર કરાયેલા કામો તુરંત શરૂ કરાવવા અને જો મંજુર થયેલ કામો છ માસની સમય મર્યાદામાં શરૂ ન થાય તો તેને રદ કરી નાંખવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી તાકીદ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!