વિશ્વ મહામારી કોરોના વાયરસની અસરથી દેશનાં અનેક મંદિરોમાં આર્થીક આવક, જાવક, વ્યવસ્થા નિભાવ ખર્ચની કપરી સ્થિતિ અને દર્શનાર્થીની પાંખી હાજરીનાં સમીકરણો થયા છે ત્યારે સોરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરની આવક ગત વર્ષ અને કોરોના કાળનાં ચાલું વર્ષનાં મહિનાઓમાં શું છે તે જાણીયે, વર્ષ ર૦૧૯માં માર્ચ – ૪ કરોડ ૧ર લાખ પપ હજાર, એપ્રિલ – ર કરોડ ૮પ લાખ, મે – ૩ કરોડ ૩૪ લાખ, જુન – ૩ કરોડ ૧૪ લાખ. જયારે વર્ષ ર૦ર૦માં માર્ચ- ર કરોડૃ પ૭ લાખ, એપ્રિલ- ર૯ લાખ ર૦ હજાર, મે – ૩ર લાખ ૯૯ હજાર, જુન – ૩૧ લાખ ૮પ હજાર તા.ર૪-૬-ર૦ સુધી. તા.૮ જુન થી રપ જુન-ર૦ એટલે કે અનલોક-૧માં મંદિર દર્શનાર્થીઓ દર્શન કર્યા માટે ખુલ્યા પછી ૪ર૭૮૪ દર્શનાર્થીઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી, સોમનાથ વર્તમાનનાં, જુન માસનાં તાજેતરમાં બહાર પડેલા અંકમાં વિગતો કહે છે, જે ગમે જગતગુરૂ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે, અંતરે એક ઉદ્વવેગ ધરવા. સોમનાથ મંદિર ટ્રસ્ટે આવી પરિસ્થિતિ છતા લોકસેવા અને સલામતીનાં કાર્યો આ લોકડાઉનમાં જુસ્સાભર ચાલું રાખ્યા જેવા કે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી રાહતફંડમાં સોમનાથ ટ્રસ્ટે સો પ્રથમ રૂપિયા એક કરોડ દાન કર્યું, સોમનાથ ટ્રસ્ટ દ્વારા રર માર્ચ ર૦ર૦થી ૩૧-પ-ર૦ સુધી ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર સહયોગમાં સવાર-સાંજ દર ટંકે ૩પ૦ થી ૪૦૦ વ્યકિતઓ જરૂરતમંદોને વિનામુલ્યે ભાજન પુરૂ પાડયું, લોકડાઉનનાં કારણે રોજગારી છીનવાયેલા મંદિર બંધ થતા તેવા લોકોને રેશન કીટ આપી અને ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને ભોજન-રાશન કીટ ટ્રસ્ટે આપી હતી, ગીર-સોમનાથ જીલ્લાનાં કોરોના પોઝીટીવ દર્દીઓને કવોરન્ટાઈન કરવા ટ્રસ્ટે સમગ્ર લીલાવંતી અતિથીગૃહ જીલ્લા તંત્રને સુપ્રત કરેલ છે. આ ઉપરાંત મેડિકલ ટીમનાં ૪૦ સભ્યો માટે ટ્રસ્ટનો માહેશ્વરી અતિથીગૃહ ભોજન-આવાસ વ્યવસ્થા કરી આપી સુપ્રત કર્યો. સમગ્ર રીતે આમ સોમનાથ ટ્રસ્ટે સામાજીક અને યાત્રિકો તથા સ્થાનિક કક્ષાએ સામાજીક સેવા જવાબદારીઓ નિભાવી તેમ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ કહે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews