કેશોદનાં નાની ઘંસારી ગામે ઝેરી મધનાં ઝુંડથી રાહદારીઓ પરેશાન

0

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનું મોટુ ઝુંડ છે. જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા બે ફુટથી વધારે પહોળાઈ ધરાવતા ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ અને વાહનચાલકો ત્યાંથી પશું પસાર થવામાં પરેશાનની ભોગવી રહ્યા છે અને જો કોઈને આ ઝેરી મધ દ્વારા હુમલો કરવામા આવશે ત્યારે જવાબદારી કોની ગણાશે એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે. અગાઉ પણ નાની ઘંસારી ગામે વાસ વિસ્તારમાં ઝેરી મધ હતું જે બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી તો વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમારા વિભાગમાં આ કામગીરી આવતી નથી ખેતીવાડી વિભાગને જાણ કરો. ત્યારબાદ ગ્રામજન દ્વારા ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવતા ત્યાંથી પણ એવું જણાવવામાં આવ્યું કે અમારા વિભાગમાં આ કામગીરી આવતી નથી. ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર ઝેરી મધનો નિકાલ કરવા માટે જવાબદાર તંત્ર કોણ ? કોને રજૂઆત કરવી ? એ પણ પ્રશ્ન લોકોને મુંઝવી રહ્યો છે. ત્યારે ખેતીવાડી ધરાવતા ખેડૂતોના ઘરે અથવા શેઢાપાળાના વૃક્ષોમાં અવારનવાર ઝેરી મધના ઝુંડ જોવા મળે છે. ત્યારે તંત્રની બેજવાબદારીના કારણે કોઈ ખેડૂતો આગનો ધુમાડો કે તાંપણું કરી અથવા તો કીટનાશક દવાનો છંટકાવ કરી નાછુટકે ઝેરી મધના ઝુંડને ભગાવવાનો પ્રયત્ન કરે છે એ પણ જોખમ સાથે. ત્યારે ખરેખર ઝેરી મધનો નિકાલ કરવા માટે ક્યાં તંત્રની જવાબદારી આવે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. હાલ નાની ઘંસારી ગામે ઝેરી મધના ઝુંડથી લોકો ભયના માહોલમાં ત્યાંથી પસાર થઈ રહયા છે ત્યારે કોઈ લોકો ઉપર ઝેરી મધનુ ઝુંડ હુમલો કરે તે પહેલા જે તે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!