જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રોપટી ટેકસમાં રાહતની કરાઈ જાહેરાત : જનરલ બોર્ડમાં મહત્વનાં ઠરાવોને મંજુરી

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે મળી હતી જેમાં શાસકપક્ષ તેમજ વિરોધપક્ષ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિરોધપક્ષ દ્વારા બરાબરની ટક્કર આપી અને અસરકારક રજુઆતો કરી હતી. જયારે સામાપક્ષે એટલે કે જૂનાગઢ મનપાનાં સતાધારી પક્ષ ભાજપ દ્વારા મહત્વનાં ઠરાવો પણ કરવામાં આવ્યાં હતાં. જેમાં ઘરવેરામાં રહેણાંકમા ૧૦ ટકા અને બિન રહેણાંકમાં ર૦ ટકા સરકારશ્રી દ્વારા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનાં પોતાનાં સ્વભંડોળમાંથી નગરજનોને ઘરવેરામાં તા.૩૧-૮-ર૦ર૦ સુધી ૧૦ ટકા વધારાનાં ડિસ્કાઉન્ટ રૂપે રાહત અપાશે તથા જા અરજદાર ઓનલાઈન વેરો ભરશે તો ર ટકા વધારાનું મળી ૧ર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સરકારશ્રી અને જૂનાગઢ મનપા દ્વારા બંને ડિસ્કાઉન્ટ સાથે મળીને ઘરવેરા, રહેણાંક હેતુમાં ઓનલાઈન સાથે કુલ રર ટકા ડિસ્કાઉન્ટ અને બિનરહેણાંકમાં કુલ ૩ર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે. આ ઉપરાંત તા.૩૧-૮-ર૦ર૦ સુધી ૧૦૦ ટકા પાછલી રકમ સાથે ચાલુ વર્ષની રકમ જે અરજદાર ભરશે તેમને રાહત મળવાપાત્ર છે. આ ઉપરાંત મનપાની માલિકીની મિલ્કતોમાં જમીન ભાડું, ઈમારત ભાડું, ધંધાનાં લાયસન્સની ફીનાં વ્યાજમાં પણ ૩ માસની માફી આપવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરમાં પ૦ જગ્યાઓની મંજુરી આપવામાં આવેલ છે અને આ મંજુરી અનુસાર ભરતી કરવા માટે મહેકમ શાખા મારફત કાર્યવાહી થશે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વર્ગ ૪નાં સફાઈ કામદાર પરિવારમાં આકસ્મક મૃત્યુ પામનાર કર્મચારીઓનાં વારસદારોને પાંચ વર્ષ ફિકસ નિમણુંક આપી અને ત્યારબાદ કાયમી કરવાની જાગવાઈ હોય જે અંતર્ગત ૩ સફાઈ કામદારોને કાયમી કરવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!